Cracked Heels: શિયાળામાં જ્યારે એડી ફાટે છે ત્યારે સૌથી વધારે તકલીફ થાય છે. આ સમસ્યા મહિલાઓને સૌથી વધારે સતાવે છે. કેટલીક વખત તો સ્થિતિ એટલી ખરાબ થઈ જાય કે એડીમાંથી લોહી નીકળવા લાગે છે. તેના કારણે ચાલવામાં પણ તકલીફ થાય છે. જો આ શિયાળામાં તમારે આ તકલીફથી બચવું હોય તો અત્યારથી જ અહીં દર્શાવેલા પાંચ ઘરેલુ ઉપાય અપનાવી લેજો. આ ઉપાય એવા છે જેને અપનાવશો તો એડી ફાટી હશે તો પણ સાત જ દિવસમાં ત્વચા નોર્મલ થઇ જશે. આ ઉપાય કરવાથી આખો શિયાળો એડી ફાટશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: અરીઠાથી વાળ બનશે લાંબા, જાડા અને ડેન્ડ્રફ ફ્રી, વાળ ધોવા આ રીતે બનાવો અરીઠાનું પાણી


ફાટેલી એડી માટેના ઘરેલુ ઉપાય 


1. જો પગની એડીની ત્વચા વધારે ફાટી ગઈ હોય તો રોજ રાત્રે એડી પર નાળિયેરનું તેલ એપ્લાય કરો. ના રોજ રાત્રે નાળિયેરનું તેલ લગાવશો એટલે ફાટેલી ત્વચા રીપેર થવા લાગશે.


2. એડીની ત્વચાને ઝડપથી રીપેર કરવા માટે મધ અને લીંબુનું મિશ્રણ પણ ઉપયોગી છે. મધ નેચરલ મોસ્ચરાઈઝર છે. લીંબુમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. મધ અને લીંબુનું મિશ્રણ એડીમાં લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે અને ઝડપથી રીપેર થાય છે. 


આ પણ વાંચો: Hair Regrowth: આ 5 કામ કરવાથી ટાલમાં પણ ઉગી શકે છે વાળ, ઝડપથી લાંબા થવા લાગે છે વાળ


3. એડી ફાટી ગઈ હોય તો વિનેગર અને મીઠાનું પાણી ઉપયોગમાં લેવું. તેના માટે પાણીને હૂંફાળું ગરમ કરી તેમાં મીઠું અને વિનેગર મિક્સ કરો. હવે આ પાણીમાં 10 મિનિટ માટે પગ બોડી રાખો. તેનાથી એડી પર જામેલી કડક ત્વચા નરમ થઈ જશે. અને ડેડ સ્કિન પણ નીકળી જશે. 


4. બટેટાને બાફીને તેની પેસ્ટ બનાવો હવે આ પેસ્ટમાં દૂધ મિક્સ કરો. આ મિશ્રણને એડિ પર લગાવો. 30 મિનિટ માટે તેને રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી એડી સાફ કરી લો. તેનાથી ફાટેલી એડી ઝડપથી રીપેર થાય છે. 


આ પણ વાંચો: Haldi: હળદર સાથે આ સફેદ વસ્તુ ચહેરા પર લગાડો, ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે


5. સૌથી વધારે અસરદાર ઘરેલુ ઉપાય છે એલોવેરા જેલ. શિયાળામાં રોજ રાત્રે પગને સાફ કરીને એલોવેરા જેલ અપ્લાય કરો. ત્યાર પછી મોજા પહેરી સુઈ જવું. આ કામ અત્યારથી જ શરૂ કરી દેશો તો શિયાળો આખો એડી ફાટશે નહીં.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)