Haldi: હળદર સાથે આ સફેદ વસ્તુ ચહેરા પર લગાડો, ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે

Haldi: ઉંમર વધવી એક નેચરલ પ્રોસેસ છે. તેને કોઈ અટકાવી શકતું નથી. પરંતુ વધતી ઉંમરના લક્ષણો જે ચહેરા પર જોવા મળે છે તેને ચોક્કસથી અટકાવી શકાય છે. વધતી ઉંમરના લક્ષણો એટલે કે ચહેરા પર પડતી કરચલીઓ અને ડાઘને અટકાવવા માટે મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ લેવાની પણ જરૂર નથી. ઘરના રસોડામાં જ રહેલી એક નેચરલ વસ્તુ એટલી પાવરફુલ છે કે તેની મદદથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ શકે છે.

Haldi: હળદર સાથે આ સફેદ વસ્તુ ચહેરા પર લગાડો, ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે

Haldi: ચેહરા પર કરચલીઓ અને ડાઘ દેખાવા લાગે તે મોટો આઘાત હોય છે. આ આઘાત દરેક વ્યક્તિને સહન કરવો પડે છે. કારણ કે જેમ જેમ ઉંમર વધે છે તેમ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. પરંતુ જો તમે સમયસર કરચલીઓ ન પડે તે માટેના ઉપાય શરૂ કરી દો છો તો આ સમસ્યાથી બચી શકાય છે. આજે તમને એવા સ્કીન કેર રૂટીન વિશે જણાવીએ જેને ફોલો કરશો તો ચહેરા પર કરચલી અને ડાઘ ક્યારેય નહીં પડે. ઉમર વધશે તો પણ ત્વચા યુવાનો જ દેખાશે. 

ઉંમર વધવી એક નેચરલ પ્રોસેસ છે. તેને કોઈ અટકાવી શકતું નથી. પરંતુ વધતી ઉંમરના લક્ષણો જે ચહેરા પર જોવા મળે છે તેને ચોક્કસથી અટકાવી શકાય છે. વધતી ઉંમરના લક્ષણો એટલે કે ચહેરા પર પડતી કરચલીઓ અને ડાઘને અટકાવવા માટે મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ લેવાની પણ જરૂર નથી. ઘરના રસોડામાં જ રહેલી એક નેચરલ વસ્તુ એટલી પાવરફુલ છે કે તેની મદદથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ શકે છે. જો સમયસર આ વસ્તુનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવે તો ચહેરા પર કરચલીઓ પડતી જ નથી. 

સ્કીન માટે ફાયદાકારક જે વસ્તુની અહીં વાત થઈ રહી છે તે છે હળદર અને ફટકડી. આ બંને વસ્તુ દરેક ઘરમાં મળી રહે છે. આ બંને ત્વચા માટે પાવરફુલ વસ્તુ સાબિત થાય છે. જો તમે આ બંને વસ્તુનો ઉપયોગ એક સાથે કરો છો તો સ્કીનમાં તુરંત જ ફેરફાર દેખાવા લાગે છે. આ બંને વસ્તુનો ઉપયોગ કરવાથી સ્કીન પર લાંબા સમય સુધી કરચલીઓ પડતી નથી. તો ચાલો તમને પણ આજે ત્વચાને હંમેશા યુવાન રાખવાનું આ સિક્રેટ જણાવી દઈએ. 

ચહેરા પર હળદર અને ફટકડી લગાડવાના ફાયદા 

1. ચેહરા પર હળદર અને ફટકડી લગાડવાથી કરચલીઓ દેખાતી નથી. હળદરમાં એવા તત્વ હોય છે જે ત્વચા પર દેખાતી ઉંમરની નિશાનીઓને ઘટાડે છે 

2. શિયાળામાં ત્વચા ડ્રાય અને ડલ થઈ જાય છે. જો તમે ફટકડી અને હળદરનો ઉપયોગ કરો છો તો સ્કીન પર ચમક દેખાય છે. 

3. ફટકડી અને હળદર ચહેરા પર લગાડવાથી ત્વચાના ઇન્ફેક્શન માં પણ રાહત થાય છે. ઇન્ફેક્શનના કારણે જો ખીલ થતા હોય તો તેનાથી પણ મુક્તિ મળી જાય છે. 

હળદર અને ફટકડી લગાડવાની રીત 

ચહેરા પર હળદર અને ફટકડીનું મિશ્રણ લગાડવું હોય તો તેના માટે એક બાઉલમાં એક થી બે ચપટી હળદર લેવી. તેમાં સમાન માત્રામાં ફટકડીનો પાવડર મિક્સ કરો. હવે આ બંને પાવડરમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે અપ્લાય કરો. તેને 15 મિનિટ માટે સુકાવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news