Dark Circle: આંખોના ડાર્ક સર્કલ દુર કરવા અપનાવો આ 3 માંથી કોઈ 1 ઉપાય
Dark Circle: આંખની આસપાસ વધારે ડાર્ક સર્કલ હોય તો વ્યક્તિ ઉંમર પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે. આ સ્થિતિમાં તમે કેટલાક નેચરલ ઉપાય કરીને ડાર્ક સર્કલની સમસ્યાને દુર કરી શકો છો. આજે તમને 3 એવા ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી ડાર્ક સર્કલ ધીરે ધીરે દુર થવા લાગે છે.
Dark Circle: આંખની આસપાસ ડાર્ક સર્કલ હોય તે સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ડાર્ક સર્કલ પાછળ વધતી ઉંમર, જેનિટિક સમસ્યા, થાક, ઉજાગરા બધું જ જવાબદાર હોય છે. આ સિવાય સ્ક્રીન ટાઈમ વધારે હોય તો પણ ડાર્ક સર્કલ થઈ જાય છે. જો તમને પણ ડાર્ક સર્કલની સમસ્યા સતાવતી હોય તો તમે કેટલાક નેચરલ ઉપાયો કરીને ડાર્ક સર્કલથી મુક્તિ મેળવી શકો છો.
આ પણ વાંચો: તમે દૂધ પીવો છો કે ડિટર્જન્ટનું પાણી ? ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં ચેક કરો આ રીતે
આંખની આસપાસ વધારે ડાર્ક સર્કલ હોય તો વ્યક્તિ ઉંમર પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે. આ સ્થિતિમાં તમે કેટલાક નેચરલ ઉપાય કરીને ડાર્ક સર્કલની સમસ્યાને દુર કરી શકો છો. આજે તમને 3 એવા ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી ડાર્ક સર્કલ ધીરે ધીરે દુર થવા લાગે છે.
આ પણ વાંચો: Choco Lava Cake: બસ 5 મિનિટમાં ઘરે બનાવો ઈંડા વિનાની ચોકો લાવા કેક, એકદમ સરળ છે રીત
ટી બેગ
આંખની આસપાસના ડાર્ક સર્કલને ઓછા કરવા માટે ટી બેગનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે ટી બેગને ભીની કરી થોડીવાર માટે ફ્રીઝરમાં રાખો. ત્યારબાદ ઠંડી કરેલી ટીબેગને 10 મિનિટ માટે આંખ પર રાખો. દિવસમાં 2 થી 3 વખત આમ કરવાથી ડાર્ક સર્કલ અને કરચલીઓ બંને દુર થશે.
આ પણ વાંચો: Black Sesame: કાળા તલનું પાણી વાળ માટે વરદાન, આ ફાયદા જાણી ઉપયોગ કરવા લાગશો તમે પણ
કાકડીની સ્લાઈસ
આંખની નીચેના ડાર્ક સર્કલ દુર કરવા માટે કાકડી પણ ઉપયોગી સાબિત થાય છે. કાકડી એક પ્રાકૃતિક સ્કિન ટોનર છે. આંખની આસપાસ ડાર્ક સર્કલ દુર કરવા માટે કાકડીના ટુકડા કાપી આંખ પર દિવસમાં 2 વખત 10-10 મિનિટ માટે રાખો.
આ પણ વાંચો: 40 વર્ષે પણ સ્કિન દેખાશે 25 વર્ષે હોય એવી ટાઈટ, 7 દિવસમાં 2 વાર લગાડી લો આ માસ્ક
ગુલાબજળ
ગુલાબજળનો ઉપયોગ કરીને પણ ડાર્ક સર્કલની સમસ્યાને દુર કરી શકાય છે. ગુલાબજળનો ઉપયોગ કરવાથી આંખ રિલેક્સ થાય છે. ગુલાબજળનો ઉપયોગ કરવાથી ડાર્ક સર્કલની સમસ્યા ઓછી થાય છે. જે લોકોને ડાર્ક સર્કલ હોય તેમણે સુતા પહેલા આંખની આસપાસ ગુલાબજળ લગાવવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)