Face Mask: 40 વર્ષે પણ સ્કિન દેખાશે 25 વર્ષે હોય એવી ટાઈટ, 7 દિવસમાં 2 વાર લગાડી લો આ માસ્ક

Face Mask: 40 વર્ષથી વધુની ઉંમર થાય એટલે સ્કિન લટકવા લાગે છે. ઢીલી પડેલી ત્વચા વધતી ઉંમરની ચાડી ખાય છે. આ રીતે લટકી ગયેલી સ્કીનને પણ ટાઈટ કરવી શક્ય છે. સ્કિનને ટાઈટ કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કામ આવી શકે છે.

Face Mask: 40 વર્ષે પણ સ્કિન દેખાશે 25 વર્ષે હોય એવી ટાઈટ, 7 દિવસમાં 2 વાર લગાડી લો આ માસ્ક

Face Mask: એક ઉંમર પછી ત્વચા ઢીલી થવા લાગે છે. ખાસ કરીને ચહેરા પર વધતી ઉંમરની અસર ઝડપથી દેખાવા લાગે છે. ત્વચા પર સૌથી વધારે કરચલીઓ આંખની આસપાસ જોવા મળે છે. સાથે ગાલની ત્વચા પણ લટકવા લાગે છે. ત્વચા પર દેખાતી ઉંમરની અસર આત્મવિશ્વાસને પણ અસર કરે છે. 

Add Zee News as a Preferred Source

40 વર્ષની વય પછી દરેક મહિલાએ પોતાની માવજત ખાસ રીતે કરવી જોઈએ. જેમાં સ્કિન કેર માટે કેટલાક ઘરેલુ માસ્કનો ઉપયોગ કરી શકાય છે. આ માસ્કની મદદથી સ્કિન ટાઇટ થાય છે તમે ભલે ચાલીસ વર્ષના હોય પરંતુ તમારી સ્કિન 25 વર્ષના હોય તેવી દેખાઈ શકે છે.

સ્કિન ટાઈટનિંગ માસ્ક

1. ચોખાના લોટમાં કાચું દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. પેસ્ટ સુકાઈ જાય પછી હળવા હાથે મસાજ કરી તેને સાફ કરો. આ માસ્કથી ડેડ સ્કીન નીકળી જશે અને સ્કીન ટાઈટ રહેશે. 

2. પાકા કેળાની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી દહીં ઉમેરો. આ માસ્કને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચાને જરૂરી પોષણ મળશે અને કોલેજનનું ઉત્પાદન વધશે. જેના કારણે ત્વચા પર કરચલીઓ નહીં પડે. 

3. ઓટમીલ અને દૂધને મિક્સ કરી પેસ્ટ બનાવી લો હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ માસ્ક લગાડવાથી ત્વચાની રંગત પ્રાકૃતિક રીતે વધે છે અને સ્કીન સોફ્ટ બને છે. 

4. એક વાટકીમાં ઈંડાનો સફેદ ભાગ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને ત્વચા પર લગાવો. આ મિશ્રણનો ઉપયોગ કરવાથી ઢીલી પડેલી ત્વચા ટાઈટ થાય છે અને ફાઇનલ લાઈન્સ ઓછી થવા લાગે છે. 

અહીં દર્શાવેલા ફેસ માસ્કનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત કરી શકો છો. તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવો. જે વસ્તુ ત્વચાને માફક આવતી હોય તેનો ઉપયોગ થોડા સમય સુધી કરતા રહેશો એટલે તમે અનુભવશો કે ઢીલી દેખાતી ત્વચા ટાઈટ થવા લાગી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news