Skin Care Tips: માત્ર 3 દિવસમાં દુર કરવા હોય ડાર્ક સર્કલ તો દૂધ સાથે મિક્સ કરી લગાવો આ વસ્તુ
Skin Care Tips: આંખની નીચે થતા કાળા કુંડાળા આંખની સુંદરતાને ઘટાડે છે. મોટાભાગના લોકો એવું માને છે કે ડાર્ક સર્કલ એકવાર થાય પછી તેને હટાવવા મુશ્કેલ છે. પરંતુ જો તમે યોગ્ય ઉપાય કરો તો ડાર્ક સર્કલને પણ ઝડપથી દૂર કરી શકાય છે.
Skin Care Tips: વ્યક્તિની આંખ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. તેથી જ લોકો પોતાની આંખની ખાસ કાળજી લેતા હોય છે અને તેને આકર્ષક બનાવવા માટે અલગ અલગ ઉપાયો કરતા હોય છે. પરંતુ આંખની સુંદરતાને ગ્રહણ લગાડે છે ડાર્ક સર્કલ. આંખની નીચે થતા કાળા કુંડાળા આંખની સુંદરતાને ઘટાડે છે. મોટાભાગના લોકો એવું માને છે કે ડાર્ક સર્કલ એકવાર થાય પછી તેને હટાવવા મુશ્કેલ છે. પરંતુ જો તમે યોગ્ય ઉપાય કરો તો ડાર્ક સર્કલને પણ ઝડપથી દૂર કરી શકાય છે.
આજે તમને આવો જ એક ઉપાય જણાવીએ જેને કરવાથી આંખની નીચેના કાળા કુંડાળાને તમે ઝડપથી દૂર કરી શકો છો. આ ઉપાય એટલો જોરદાર છે કે જિદ્દીમાં જેટલી ડાર્ક સર્કલ પણ થોડાક દિવસોમાં ગાયબ થઈ જશે. ખાસ વાત એ છે કે તેને કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસરની પણ ચિંતા રહેતી નથી. ડાર્ક સર્કલને દૂર કરવા માટે તમારે આઈ માસ્ક બનાવવાનું છે. તો ચાલો તમને જણાવીએ કે આ આઈ માસ્ક કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
આ પણ વાંચો:
Somvar Upay: સોમવારે કરેલી શિવ પૂજાનું ચોક્કસ મળે છે ફળ, બસ આ વાતોનું રાખવું ધ્યાન
રાશિફળ : સોમવારે કઈ કઈ રાશિના પર થશે ભોળાનાથની કૃપા અને કોણે રહેવું સંભાળીને જાણો
ગુરુ પુષ્ય યોગમાં આ વસ્તુઓ લઈ આવો ઘરે, માતા લક્ષ્મીની પણ થશે ઘરમાં પધરામણી
માસ્ક બનાવવા માટે એક ચમચી કોફી, દોઢ ચમચી કાચું દૂધ, બે વિટામીન ઈ ની કેપ્સુલ ની જરૂર પડશે. આ માસ્ક બનાવવા માટે એક બાઉલમાં દૂધ લેવું અને તેમાં કોફી ઉમેરો. તેમાં વિટામિન ઈ કેપ્સુલ ને પંચર કરીને ઉમેરો. બધી જ વસ્તુ બરાબર મિક્સ કરો અને સાઈડ પર રાખો.
આઈ માસ્ક લગાડતા પહેલા સૌથી પહેલા આંખને પાણીથી સાફ કરો. ત્યાર પછી આંખની આસપાસની સ્કીન પર તૈયાર કરેલું માસ્ક લગાડો. આ મિશ્રણને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી તેને સાફ કરો. જો તમારે સારું રિઝલ્ટ જોતું હોય તો સતત ત્રણ દિવસ સુધી તેનો ઉપયોગ કરો. તમે અનુભવશો કે તમારા ડાર્ક સર્કલ ધીરે ધીરે ઓછા થવા લાગ્યા છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)