Somvar Upay: સોમવારે કરેલી શિવ પૂજાનું ચોક્કસ મળે છે ફળ, બસ આ વાતોનું રાખવું ધ્યાન
Somvar Upay: શિવજી શીઘ્ર પ્રસન્ન થતા દેવ છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવાય છે. સોમવારે ભક્તો શિવજીની પૂજા કરવા માટે અનેક ઉપાય કરે છે. જોકે આ ઉપાય કરવાની સાથે કેટલાક એવા કામ પણ છે જેને સોમવારે ન કરવા જોઈએ.
Trending Photos
Somvar Upay: સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. સોમવારે ભગવાન શિવની પૂજા વિધિ વિધાનથી કરવાથી ભક્તોની મનની ઈચ્છા પૂરી થાય છે અને શિવજીની કૃપા તેના ઉપર બની રહે છે. શિવજી શીઘ્ર પ્રસન્ન થતા દેવ છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવાય છે. સોમવારે ભક્તો શિવજીની પૂજા કરવા માટે અનેક ઉપાય કરે છે. જોકે આ ઉપાય કરવાની સાથે કેટલાક એવા કામ પણ છે જેને સોમવારે ન કરવા જોઈએ. સોમવારે આ કામ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થતી નથી .
આ પણ વાંચો:
1. સોમવારે ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. આ સિવાય કોઈ વ્યક્તિને સફેદ વસ્ત્ર કે દૂધનું દાન પણ કરવું જોઈએ નહીં. સોમવારે ઉત્તર પૂર્વ કે અગ્નિ દિશાની યાત્રા પણ અશુભ માનવામાં આવે છે. યાત્રા કરવી હોય તો પહેલા તેનાથી ઉલટી દિશામાં થોડા ડગલા ચાલી લેવા અને પછી યાત્રા શરૂ કરવી.
2. સોમવારે માતા પિતા સાથે કોઈપણ પ્રકારનો વિવાદ કરવો જોઈએ નહીં. આ સિવાય સોમવારે કુળદેવતાની પૂજા કરવી પણ જરૂરી છે.
3. સોમવારના દિવસે રાહુ કાળ હોય તે સમયે કોઈ પણ પ્રકારની યાત્રા કરવાથી બચવું જોઈએ આ સિવાય આધ્યાત્મિક કે શુભ કાર્ય પણ ન કરવું
4. સોમવારે શનિ સંબંધિત ભોજન ગ્રહણ કરવું જોઈએ નહીં. આ દિવસે રીંગણા, સરસવનું શાક, કાળા તલ જેવી વસ્તુનું સેવન ન કરવું. સાથે જ કાળા, બ્લુ કે જાંબલી રંગના કપડા પણ ન પહેરવા.
5. આ દિવસે ભગવાન શિવને પીળી મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ નહીં. સાથે જ તેમને કાળા રંગના ફૂલ પણ ન ચડાવવા. સોમવારે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવાથી પણ શિવજી નારાજ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે