Lizards: લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે જ છે. દિવાલ પર ફરતી ગરોળી નાના-મોટા જીવજંતુને ખાઈને પોતાનું પેટ ભરે છે જેના કારણે ઘરમાં જીવજંતુનો ત્રાસ થતો નથી. પરંતુ તેમ છતાં ગરોળી ઘરમાં કોઈને જોવી ગમતી નથી. ગરોળીને જોઈને પણ ચીતરી ચડી જાય છે. કેટલાક લોકોને તો ગરોળી કોઈ રૂમમાં દેખાય જાય તો તે રૂમમાં જતા પણ ડરે છે. ગરોળીને ઘરમાંથી ભગાડવાનો પ્રયત્ન કરો તો તે એક રૂમમાંથી બીજા રૂમમાં અને ક્યારેક તો કબાટમાં ઘૂસી જાય છે. આવી સ્થિતિમાં જો ગરોળીને એકવારમાં જ અને કોઈ પણ જાતની પરેશાની કે દોડધામ વિના ઘરમાંથી દૂર કરવી હોય તો આજે તમને કેટલીક સરળ ટ્રીક જણાવીએ. આ કામ કરી લેશો તો ગરોળી ભગાડવા માટે તમારે દોડધામ નહીં કરવી પડે ગરોળી જાતે જ ઘરમાંથી ભાગી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરોળીને ઘરમાંથી કેવી રીતે ભગાડવી


આ પણ વાંચો:


Monsoon: ચોમાસામાં બાળકોને ખવડાવો આ વસ્તુ, પછી વરસાદમાં પલળશે તો પણ માંદા નહીં પડે


Neem Oil: ચોમાસામાં નહીં ખરે એક પણ વાળ, આ રીતે લીમડાનું તેલ કરશે વાળ પર જાદૂ


વરસાદી વાતાવરણમાં કપડામાંથી નહીં આવે છે વાસ જો કપડા ધોતી વખતે રાખશો આ વાતનું ધ્યાન



પેપર સ્પ્રે
કાળા મરીનો પાવડર બનાવી તેને પાણીમાં મિક્સ કરી દો. આ પાણીને દિવાલો પર છાંટી દો. મરીના કારણે ગરોળી તીવ્ર બળતરા અનુભવે છે અને સ્પ્રે કરેલી જગ્યા પર ફરકતી બંધ થઈ જશે. 
 


ફિનાઈલની ગોળી
કબાટમાં જે ફિનાઈલની ગોળીઓ આપણે મુકીએ છીએ તે ગરોળીને પણ ભગાડી શકે છે. સામાન્ય રીતે નાના જંતુઓથી બચાવ માટે આપણે ફિનાઈલની ગોળીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેની મદદથી તમે ગરોળીને પણ ઘરમાંથી ભગાડી શકો છો. આ ગોળીની તીવ્ર ગંધના કારણે ગરોળી ઘરમાં આવશે જ નહીં. 
 


ઈંડાના ફોતરાં
ઈંડાને તોડ્યા પછી તેની ફોતરાં ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ ગરોળીને ભગાડવા માટે પણ કરી શકાય છે.  ઘરમાં જ્યાં ગરોળી આવતી હોય ત્યાં ઈંડાના ફોતરાં મુકી દેવા જોઈએ.
 


ડુંગળી અને લસણ
ડુંગળી અને લસણની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેનાથી તો ગરોળી 100 ફૂટ દુર રહે છે. ગરોળી ઘરમાં વધી ગઈ હોય તો ડુંગળી અને લસણના ટુકડાને એવી જગ્યાએ રાખી દો જ્યાં ગરોળી વારંવાર આવતી હોય. એકવારમાં જ ગરોળી ઘરમાં દેખાતી બંધ થઈ જશે.
 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)