Stretch Marks: શરીર પર સ્ટ્રેચ માર્ક ત્વચાના ખેંચાવાના કારણે પડે છે. મહિલાઓમાં સામાન્ય રીતે ગર્ભાવસ્થા પછી સ્ટ્રેચ માર્ક વધારે જોવા મળે છે. આ સિવાય વજનમાં વધારો કે ઘટાડો થવાના કારણે પણ શરીરના અલગ અલગ અંગો પર સ્ટ્રેચ માર્ક બની જાય છે. ખાસ કરીને સ્ટ્રેચ માર્ક સાથળ અને પેટના ભાગે વધારે બને છે. જો વજન ઘટાડ્યું હોય તો ત્યાર પછી સ્ટ્રેચ માર્ક વધારે દેખાવા લાગે છે. વજન ઘટાડીને સ્લીમ થઈ ગયા પછી આ સ્ટ્રેચમાર્ક ને દૂર કરવા પણ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: તમે દૂધ પીવો છો કે ડિટર્જન્ટનું પાણી ? ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં ચેક કરો આ રીતે


સ્ટ્રેચમાર્ક પેટ, હાથ, ખભા, સાથળ જેવા અંગોની ચરબી ઘટ્યા પછી બની જાય છે. આ નિશાન ખુબ ખરાબ લાગે છે. તેનાથી છુટકારો મેળવવો હોય તો ઘરમાં રહેલી 4 વસ્તુ ઉપયોગી સાબિત થાય છે. આ 4 માંથી કોઈ એક વસ્તુને પણ નિયમિત તમે સ્ટ્રેચ માર્ક પર લગાડવાનું શરૂ કરશો તો ગણતરીના દિવસોમાં જ સ્ટ્રેચમાર્ક દૂર થઈ જશે. 


આ પણ વાંચો: આંખની આસપાસ નાળિયેરનું તેલ લગાડવાથી થતા આ ફાયદા વિશે નહીં જાણ્યું હોય આજ સુધી


નાળિયેર તેલ 


નાળિયેર તેલ નેચરલ મોઈશ્ચરાઈઝર છે જે સ્કીનને સોફ્ટ બનાવે છે અને હાઇડ્રેટ રાખે છે. તેનાથી ત્વચા પર બનેલા નિશાન ઓછા થવા લાગે છે. સ્ટ્રેચમાર્ક થઈ ગયા હોય તો નાળિયેર તેલને ગરમ કરી તે હૂંફાળું હોય ત્યારે જ પ્રભાવિત જગ્યા પર લગાવો અને હળવા હાથે માલીશ કરો. તેમને આખી રાત ત્વચા પર રહેવા દો. નિયમિત આમ કરવાથી સ્ટ્રેચમાર્ક દૂર થવા લાગે છે. 


આ પણ વાંચો: ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય


એલોવેરા જેલ 


એલોવેરામાં પણ એવા ગુણ હોય છે જે સ્કિનને રીપેર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને ત્વચા પર પડેલા સ્ટ્રેચિંગ માર્કને દૂર કરવા હોય તો એલોવેરાના પાનમાંથી જેલ કાઢી અને ડાયરેક્ટ તેને ત્વચા પર લગાડો. હળવા હાથે માલીશ કરો અને પછી એલોવેરા ને 30 મિનિટ સુધી સ્કીન પર રહેવા દો. ત્યાર પછી સ્નાન કરી લેવું. આ રીતે રોજ ઉપયોગ કરવાથી બેસ્ટ રીઝલ્ટ ઝડપથી મળશે. 


આ પણ વાંચો: Juices: પેટ, કમર અને સાથળની ચરબી મીણની જેમ ઓગળવા લાગશે, રોજ સવારે પીવા લાગો આ જ્યુસ


મધ અને લીંબુ 


મધ નેચરલ હાઇડ્રેટર છે. લીંબુ વિટામિન c થી ભરપૂર હોય છે. આ બંને વસ્તુ ત્વચાને રીપેર કરવામાં મદદ કરે છે. પર પડેલા સ્ટ્રેચમાર્કને દુર કરવા હોય તો એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ત્યાર પછી આ મિશ્રણને પ્રભાવિત જગ્યા પર લગાવો. 20 મિનિટ પછી સ્કીન સાફ કરી લો. 


આ પણ વાંચો: Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ


ઓલિવ ઓઈલ 


સાથળ પર પડેલાસ્ટ્રેચમાર્કને દૂર કરવા હોય તો ઓલિવ ઓઇલ પણ બેસ્ટ વિકલ્પ છે. ઓલિવ પોલીસ સ્કિનને હાઇડ્રેટ કરશે અને સ્કીનને સોફ્ટ બનાવશે. તેના માટે ઓલિવ ઓઈલને ગરમ કરો અને પછી સ્ટ્રેચમાર્ક પર લગાડો. 30 મિનિટ પછી હુંફાળા પાણીથી સ્કીન સાફ કરી લો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)