Coconut Oil: આંખની આસપાસ નાળિયેરનું તેલ લગાડવાથી થતા આ ફાયદા વિશે નહીં જાણ્યું હોય આજ સુધી
Coconut oil: નાળિયેર તેલના આ ફાયદાથી તમે પણ આજ સુધી અજાણ હશો. આજ સુધી તમે ચહેરાની ત્વચા, શરીર પર અને સૌથી વધુ તો વાળમાં નાળિયેર તેલનો ઉપયોગ કર્યો હશે. નાળિયેર તેલ ઔષધી સમાન છે. જો રોજ રાત્રે તમે આંખની આસપાસ નાળિયેર તેલ લગાડો છો તો તેનાથી તમને અનેક લાભ થાય છે.
નેચરલ બ્લીચ
નાળિયેર તેલ નેચરલ બ્લીચનું કામ કરે છે. તેને રોજ આંખ નીચે લગાડવાથી આંખના ડાર્ક સર્કલ ઓછા થાય છે. તેનાથી ચહેરા પર મસાજ કરવાથી ત્વચાની ચમક વધે છે.
આંખની આસપાસ સોજો
જે લોકોની આંખની આસપાસ સોજો રહેતો તેમણે નિયમિત નાળિયેર તેલ લગાડવું જોઈએ. નાળિયેર તેલમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. તે સોજો ઉતારે છે.
ત્વચા ટાઈટ થાય
નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે જે ત્વચાને હાઈડ્રેટ કરે છે અને ડ્રાયનેસ દુર થાય છે. તેનાથી ત્વચા ટાઈટ થાય છે.
રેડનેસ અને બળતરા
નાળિયેર તેલને આંખની આસપાસ લગાડવાથી આંખની રેડનેસ અને બળતરા દુર થાય છે.
કોલેજન પ્રોડકશન
આંખની નીચે નાળિયેર તેલ લગાડવાથી કરચલીઓ ઓછી થાય છે. કારણ કે તે કોલેજન પ્રોડકશન સુધારે છે.
મસાજ કરો
નાળિયેર તેલ લગાડવા માટે ચહેરાને સાફ કરી આંગળી પર તેલ લઈ આંખની આસપાસ હળવા હાથે મસાજ કરો. તેલને રાત આખી રહેવા દો અને સવારે હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો.
Trending Photos