શરમજનક! યુવતીએ આપી ભાડાની ગર્લફ્રેન્ડ બનવાની ઓફર, કોફી ડેટથી લઈને વિવિધ બાબતો માટેનું રેટ લિસ્ટ પણ કર્યું Viral
Girlfriend on Rent : સોશિયલ મીડિયામાં હાલ એક એવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં આ ભારતીય યુવતીએ તો ભાડાની ગર્લફ્રેન્ડ માટે એક આખું રેટ લિસ્ટ પણ શેર કર્યું છે. વિગતો જાણીને વિશ્વાસ નહીં કરી શકો.
Girlfriend on Rent : ભાડે ઘર, ભાડે રૂમ, ગાડી, કપડાં આ બધુ તો આપણે સાંભળ્યું હોય પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે હવે ગર્લફ્રેન્ડ પણ ભાડે મળી શકશે? આ સાંભળવામાં થોડું વિચિત્ર અને શરમજનક પણ લાગે. સોશિયલ મીડિયામાં હાલ એક એવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં આ ભારતીય યુવતીએ તો ભાડાની ગર્લફ્રેન્ડ માટે એક આખું રેટ લિસ્ટ પણ શેર કર્યું છે. હાલ જો કે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.
વાયરલ પોસ્ટ
દિવ્યા નામની યુવતીએ આ પોસ્ટ શેર કરી છે. જેમાં 1500 રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધીની ઓફર આપવામાં આવી છે. વાયરલ પોસ્ટ મુજબ જો તમે સિંગલ હોવ અને યુવતી સાથે ડેટ પર જવા માંગતા હોવ તો તમને ગર્લફ્રેન્ડ ભાડે મળી જશે. આ માટે બસ તમારે તમારું ખિસ્સું હળવું કરવું પડશે.
કોફી ડેટ માટે આટલો ખર્ચ
પોસ્ટ મુજબ કોફી ડેટ પર જવા માટે 1500 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે. જો તમે તમારી ગર્લફ્રેન્ડને ડિનર કે મૂવી માટે લઈ જવા માંગતા હોવ તો આ માટે 2 હજાર રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. જો તમારી ગર્લફ્રેન્ડને પરિવાર સાથે મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે 3000 રૂપિયા ખર્ચવા પડે.
તસવીરો શેર કરી શકો
કોઈ કાર્યક્રમમાં જવા માંગતા હોવ તો તેના માટે 3500 રૂપિયા ખર્ચવા પડે. ગર્લફ્રેન્ડ સાથે હાથ પકડીને બાઈક રાઈડ કરવા માંગતા હોવ તો 4000 રૂપિયા આપવા પડે. ડેટની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા ઈચ્છતા હોવ તો તેના માટે 6000 રૂપિયાનો ખર્ચો થાય. કોઈ એડવેન્ચર જગ્યાએ જવા માટે 5 હજાર રૂપિયા ભાડું ચૂકવવું પડે.
શોપિંગ માટે આટલા રૂપિયા
શોપિંગ માટે ગર્લફ્રેન્ડને લઈ જવા માટે 4500 રૂપિયા ખર્ચવાની તૈયારી હોવી જોઈએ. આ સાથે જ વીકેન્ડમાં બે દિવસ સુધી ગર્લફ્રેન્ડ સાથે ફરવું હોય તો તેના માટે 10 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ જોઈને યૂઝર્સ પણ હતપ્રત થઈ ગયા છે. ભાત ભાતની કમેન્ટ્સ લોકો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube