કબૂતરના ઘરમાં આવવાના છે ખાસ સંકેત, જાણી જશો તો ક્યારેય ઉડાવશો નહિ
Pigeons Coming To Your House : કબૂરત પ્રેમ, શાંતિના દૂત કહેવાય છે. તેઓ પ્રેમના પણ પ્રતિક છે. કબૂતરોના તમારા ઘરમાં આવવા પાછળ કેટલાક સંકેત છે. તેમને પ્રેમના સારા સંકેત ગણાય છે
સામાન્ય રીતે કબૂતર એવુ પક્ષી છે જે માણસોની સાથે રહેવાનુ પસંદ કરે છે. તે આખો દિવસ ઊંચા મકાનોની આસપાસ ઉડ્યા કરતા હોય છે. લોકો ઘરમાં કબૂતર આવે તે તેને ભગાવી મૂકે છે, કારણ કે તે ગંદકી કરે છે. પરંતુ જો તમે તેમના આવવા પાછળનો હેતુ જાણી લેશો તો હવે પછી આવુ નહિ કરો. કબૂતરમાં તમને સુખી કરવાના ગુણ છે.
કબૂતર એટલુ અદભૂત પક્ષી છે કે, તે તમારા ઘર અને શરીરમાંથી નકારાત્મકતા દૂર કરવાની ક્ષમતા અને શક્તિ ધરાવે છે. તે ઘરમાં શાંતિ અને સદભાવના લાવે છે. દેવી લક્ષ્મીને ઘરમાં આકર્ષિત કરે છે.
જ્યારે તમે સમય કાઢીને કબૂતરોને ચણ આપો છો, તો તે તમારા બૃહસ્પતિ બુધને મજબૂત કરવામાં મદદ કરશે. તે શુભ હોય છે અને ચણ નાંખવાથી તમારી જિંદગીમાં ખુશી આવશે.
તમારા ઘરમાં કબૂતર આવવાનો મતલબ એ પણ છે કે, તમારું ઘર બહુ જ શાંત છે અને ઘરમાં કંપન યોગ્ય રસ્તા પર જઈ રહ્યું છે.
જ્યારે તમે કબૂતરોને ચણ નાઁખો છો, તો તે સકારાત્મક સ્પંદન પેદા કરે છે. જે ઘરમાં વિકીર્ણ થવા લાગે છે.
જે લોકોને લગ્ન કે પ્રેમ સંબંધમાં સમસ્યા છે, તેઓ કબૂતરોને ખાવાનું ખવડાવી શકે છે. કેમ કે, તે બહુ જ સારું હોય છે. વિવાહ અને પ્રેમ સંબિધિત બાધાઓ દૂર કરવામાં તે મદદરૂપ છે. જો કોઈ યુગલ લગ્નમાં બંધાવા જઈ રહ્યું છે તો તેની લગ્નની પ્રોસેસ જલ્દી થશે.
જો કબૂતર તમારા ઘરમાં આવે છે, તમારી બારી, છત પાસે રહે છે અને ખાસ કરીને ઈંડા આપે તો તેને નકારાત્મક ગણવામાં આવે છે
કબૂતર તમારા ઘરની બારી કે છત પર આવે તો તેને ચણ નાઁખવાથી તે સારા સંકેત આપે છે. સમજો કે, તમારા ઘરમાં ખુશી અને સકારાત્મક ઉર્જા આવી શકે છે.