Weight Loss: હાલના સમયમાં વધારે પડતું વજન લોકો માટે મોટી મુશ્કેલી બની ગઈ છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ વજન વધવાના કારણે શરીરમાં અનેક ગંભીર રોગનો ખતરો પણ વધી જાય છે. ડાયાબિટિઝ, રદય રોગની સાથે સાથે અનેક પ્રકારની માનસિક બિમારીઓ માટે પણ વધારે વજન કારણરૂપ બની શકે છે. આ જ કારણે લોકોને પોતાનું વજન કંટ્રોલમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. પણ શું વજન ઓછુ કરવું એટલું સહેલું છે?  જવાબ છે, હા. કેમ કે, સૂતા સૂતા પણ સરળતાથી પોતાનું વજન ઓછુ કરી શકાય છે બસ તેની રીત તમને ખબર હોવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ, ઉંઘ અને વજન વચ્ચેના સબંધ પર થયેલા અનેક અભ્યાસોમાં ખબર પડે છે કે, ઉંઘ પૂરી ન થવાના કારણે તમે ચીડચીડા સ્વભાવના થઈ જાવ છો. આ સાથે તમારું વજન પણ વધી જાય છે. એટલા માટે સૂતા પહેલાં અમુક ઉપાયોનો પ્રયોગ કરો જેનાથી સરળતાથી તમારું વજન ઘટાડી શકાય. 


ઉંઘ અને વજનનો સબંધ-
સ્વસ્થ્ય વિશેષજ્ઞો મુજબ રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઉંઘ લેવી આવશ્યક છે. અપૂરતી ઉંઘના કારણે શરીરમાં તણાવ હોર્મોન કાર્ટિસોલનું સ્તર વધી જાય છે. કાર્ટિસોલના વધવાના કારણે આંતરડામાં રહેલા માઈક્રોબ્સ પર નકારાત્મક અસર પડી શકે છે. જેનાથી મેટાબૉલિઝ્મની ગતિ ધીમી થઈ જાય છે. આ સિવાય ઉંઘની કમીના કારણે ભૂખવાળા હાર્મોન પણ પ્રભાવિત થઈ શકે છે. જેનાથી જંક ફૂડ ખાવાની વધારે ઈચ્છા થાય છે. જે સીધા વજન વધારવા અને અન્ય જટિલતાઓનું કારણ બની શકે છે.


આજે અમે તમને જણાવીશું કે, આ પ્રયોગથી તેવી રીતે વજન ઓછું કરી શકો છો. 


ગ્રીન-ટી પીવો-
વર્ષ 2016માં અમેરિકન જર્નલ ઓફ ક્વિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, ગ્રીન ટીમાં મળતા ફ્લેવોનોઈડ્સ મેટાબોલિઝ્મને વધારે છે. ગ્રીન ટી પીવાથી તમે રાતભરમાં 3.5 ટકાથી વધારે કેલેરી બર્ન કરી શકો છો. ગ્રીન ટીમાં મળતા કૈટિચિન યૌગિક બ્રાઉન ફેટને વધારે છે. જે વજન ઓછું કરવામાં સહાય કરે છે. 


ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરો-
જાણકારી મુજબ, ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરીને પણ વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. જેમાં પુરુષોએ 16 કલાક અને મહિલાઓને 14-15 કલાકનો ઉપવાસ કરવાનો હોય છે. આ ઉપાયથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. 


કેસિઈન પ્રોટિન શેક પીવો-
વૈજ્ઞાનિકો મુજબ, કેસિઈન ધીમી ગતિએ પચનારા ડેયરી પ્રોટીન છે જેને લોકો સપ્લીમેન્ટના રૂપે સેવન કરે છે. જે અમીનો એસિડને ધીરે ધીરે છોડે છે. એટલા માટે લોકો તેને સુતા પહેલા લે છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું કે, આ વજનને ઘટાડવાની સાથે માસ પેશિયોની વૃદ્ધિને વધારવામાં મદદ કરે છે. 


(Disclaimer- આ અહેવાલ વિવિધ લેખમાંથી મળતી માહિતી અનુસાર આપવામાં આવ્યો છે. આ તમામ માહિતીની ઝી 24 કલાક પુષ્ટિ નથી કરતું.)