Silky Hair: લુકનો આધાર વાળની સુંદરતા પર પણ હોય છે. જો વાળ મજબૂત અને સારી રીતે સ્ટાઈલ કરેલા હોય તો દેખાવ પણ આકર્ષક લાગે છે. વાળને સુંદર અને શાઈની બનાવવા માટે સ્ટાઈલિંગ, ટ્રીટમેન્ટની સાથે ઘરેલુ કેરની પણ જરૂર હોય છે. ત્વચાની સંભાળ જેટલી જરૂરી છે એટલી જ જરૂરી વાળની સંભાળ પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સ્વાસ્થ્ય માટે ખરાબ પણ સ્કીન માટે બેસ્ટ છે ખાંડ, ત્વચા પર 5 મિનિટમાં લાવશે ગ્લો


ખાસ કરીને ચોમાસામાં વાળની સંભાળ રાખવી જરૂરી હોય છે. ચોમાસામાં વાળની સંભાળ રાખશો તો વાળ સંબંધિત મોટાભાગની સમસ્યાઓ દુર થવા લાગશે. આજે તમને વાળને સુંદર અને શાઈની બનાવવા માટેની ટીપ્સ વિશે જણાવીએ. આ ટીપ્સ ફોલો કરશો તો તમે પણ તમારા વાળને સુંદર બનાવી શકો છો. 


આ પણ વાંચો: વેક્સિંગ કે થ્રેડિંગ કરાવ્યા વિના દુર કરવી હોય ચહેરાની રુંવાટી તો ટ્રાય કરો આ નુસખા


હેર કેર ટીપ્સ


1. જો તમે અલગ અલગ પ્રકારની સ્ટાઈલિંગ ટ્રીટમેંટ કરાવતા હોય તો એ વાતનું ધ્યાન રાખો કે તમારા વાળની કંડિશન સારી હોય. નિયમિત રીતે વાળને શેમ્પુ કરો ત્યારે કંડીશનિંગ પણ કરો. તેનાથી વાળ પર ચમક વધશે. સાથે જ વાળને મેનેજ કરવા પણ ઈઝી રહેશે. 


2. થોડા થોડા સમયે વાળના છેડાને ટ્રીમ કરતાં રહેવું જોઈએ. બે મોઢાવાળા વાળ હેર લુકને બેજાન બનાવે છે. તેથી થોડા દિવસે વાળને નીચેથી થોડા ઈંચ ટુંકા કરતા રહો. તેનાથી લુક પણ સુંદર દેખાશે.


આ પણ વાંચો: ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? જાણો ભગાડવાના ઉપાયો


3. સુંદર અને મજબૂત વાળ માટે વાળ સંબંધિત સારી પ્રોડક્ટનો જ ઉપયોગ કરો. સસ્તી વસ્તુ અને સસ્તા ઉપકરણ વાળને ડેમેજ કરી શકે છે. તેથી સારી વસ્તુનો જ ઉપયોગ વાળ પર કરવો જોઈએ. 


4. જો તમારે દિવસ દરમિયાન વધારે સમય બહાર રહેવું પડે છે તો સુનિશ્ચિત કરો કે તમારા વાળને તમે તડકાથી, ધૂળથી બચાવો. બહાર જતી વખતે ખુલ્લા વાળ ન રાખો તેનાથી વાળ ખરાબ થઈ જાશે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)