Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું કરો બંધ, આ રીતે કરો ઉપયોગ
Hair Fall: ખરતા વાળની સમસ્યા આજે ઘરેઘરમાં જોવા મળે છે. યુવકો હોય કે યુવતી વાળ ખરે છે એવી ફરીયાદ ચોક્કસથી કરશે. આ સમસ્યાને ઘરમાં રહેલી એક વસ્તુ દુર કરી શકે છે. એક શાક એવું છે જેની છાલ વાળ માટે વરદાન છે. પરંતુ મોટાભાગના લોકો તેને કચરામાં ફેંકી દેતા હોય છે.
Hair Fall: શરીરની સાથે વાળને પણ પોષણની જરૂર હોય છે. શરીરમાં જો પોષકતત્વોની ખામી થઈ જાય તો વાળ ખરવા લાગે છે, ડલ દેખાય છે અને ડ્રાય પણ થઈ જાય છે. પોષકતત્વોની ખામીના કારણે વાળની ચમક ઓછી થઈ જાય છે અને વાળ નબળા પડીને તુટવા લાગે છે. વાળને પોષણ મળે તે માટે ફળ, શાકભાજી અને પ્રોટીનથી ભરપુર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ સિવાય વાળ માટે બાયોટિન, ઝિંક પણ લાભકારી છે.
આ પણ વાંચો: Anti Ageing tips: 40 વર્ષે પણ 25 જેવા દેખાશો, અપનાવો રુટીન, એજીંગ ઈફેક્ટ થઈ જશે સ્લો
આ વસ્તુઓ સાથે તમે વાળને બહારથી પોષણ મળે તે માટે એક શાકની છાલનો ઉપયોગ પણ કરી શકો છે. ડુંગળીનો ઉપયોગ લગભગ રોજ થાય છે. આ ડુંગળીની છાલ વાળ માટે વરદાન છે. ડુંગળીના રસની જેમ તેની છાલ પણ વાળ માટે લાભકારી છે. ડુંગળીની છાલનો ઉપયોગ કરીને તમે વાળને ખરતા અટકાવી શકો છો.
આ પણ વાંચો: સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
હેર ફોલ રોકવા ડુંગળીની છાલનો ઉપયોગ
ડુંગળીની છાલમાં ઘણા પોષકતત્વો હોય છે. ડુંગળીની છાલમાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન ઈ પણ હોય છે. જો તમે ડુંગળીની છાલને એસેંશિયલ ઓઈલમાં કે હેર માસ્કમાં મિક્સ કરીને વાળમાં લગાડો છો તો વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ શકે છે.
આ પણ વાંચો: Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
ડુંગળીની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો ?
અડધો લીટર પાણીમાં એક વાટકી ડુંગળીની છાલ ઉમેરી દો. આ પાણીને 10 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ પાણીને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ કરી લો. ત્યારબાદ શેમ્પૂ કરવાનું હોય તેની 30 મિનિટ પહેલા આ પાણી વાળમાં છાંટો અને સારી રીતે મસાજ કરો. ત્યારબાદ શેમ્પૂ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)