Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
Weight Loss With Cinnamon: જો તમે ખાતા-પીતા રહીને વજન ઘટાડવામાં માનો છો તો તમારી ડાયટમાં તજનો સમાવેશ કરો. તજને 3 અલગ અલગ રીતે ડાયટમાં એડ કરી લેશો તો વજન ઘટાડવું સરળ થઈ જશે. આ 3 રીત કઈ છે ચાલો તમને જણાવીએ.
Trending Photos
Weight Loss With Cinnamon: વજન ઘટાડવા માટે તમને અલગ અલગ ઉપાયો વિશે જાણવા મળશે. પરંતુ ઘરેલુ ઉપાય સૌથી વધારે સારા માનવામાં આવે છે. ઘરેલુ ઉપાય અપનાવવાનો ફાયદો એ છે કે તેનાથી વજન તો ઘટે જ છે અને સાથે જ કોઈ નુકસાન પણ થતું નથી. વજન ઘટાડવા માટે સૌથી અસરકારક ઘરેલુ ઉપાય તજનો હોય છે. તજ દરેક ઘરના રસોડામાં ગરમ મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ તજ વજનને નેચરલ રીતે ઘટાડવામાં મદદ કરી શકે છે.
તજની તાસીર ગરમ હોય છે અને તે મેટાબોલિઝમને એક્ટિવ કરે છે. તજ ફેટને ઝડપથી બાળવામાં મદદ કરે છે. તજનો એક ફાયદો એ પણ છે કે તે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે અને તેનાથી ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. જો તમે પેટ પરની જીદ્દી ચરબીને ઓછી કરવા માંગો છો તો તજને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો.
તજની ચા
તજની ચાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તજની ચા પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. એના માટે તજના એક ટુકડાને ગરમ પાણીમાં પલાળી રાખો. તમે તજના ટુકડાને પાણીમાં ઉકાળીને પણ ચા બનાવી શકો છો. સવારે આ ચા પીવાથી વજન પણ કંટ્રોલમાં રહેશે અને મેટાબોલિઝમ પણ બુસ્ટ થશે જેના કારણે વજન ઝડપથી ઘટી શકે છે.
ભોજનમાં ઉપયોગ
તજને તમે કેટલીક વાનગીઓમાં સામેલ કરીને પણ ખાઈ શકો છો. વજન ઘટાડવા માટે તજનો ઉપયોગ આ રીતે પણ કરવો ફાયદાકારક છે. તજને તમે મફીન, કેક કે કૂકીઝમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. તજ ઉમેરી વાનગીઓ બ્લડ સુગર અને મેટાબોલિઝમને એક્ટિવ કરે છે.
તજની સ્મુધિ
તજની સ્મુધિ પીવી સૌ કોઈને ગમે છે. વજન ઘટાડવા માટે તમે સ્મુધિ બનાવો તો તેમાં પણ તજ ઉમેરી શકો છો. તજ ઉમેરવાથી સ્મુધીનો સ્વાદ વધી જશે અને તે વધારે હેલ્ધી બની જશે. સામાન્ય રીતે સ્મુધિ ફળમાં દૂધ અથવા તો દહીં ઉમેરીને બનાવવામાં આવે છે. આવી સ્મુધીમાં તમે તજનો પાવડર પણ મિક્સ કરી શકો છો. સ્મુધી પીધા પછી કલાકો સુધી ભૂખ લાગતી નથી અને વજન પણ ઝડપથી ઘટે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે