Hair Loss: જમીન પર વાળનો ઢગલો થઈ જાય છે ? આ 3 કામ કરવાનું બંધ કરી દો એટલે અટકી જશે ખરતા વાળ
Stop Hair Loss: તમારા કાંસકામાં પણ વાળના ગુચ્છા જોવા મળતા હોય તો તમને આજે જણાવીએ એવી વાત કે જેની મદદથી તમે ખરતા વાળને અટકાવી શકો છો. તેના માટે બસ 3 કામ કરવાનું બંધ કરી દેવું. જો તમે આ 3 કામ નહીં કરો તો વાળ પણ નહીં ખરે.
Stop Hair Loss: દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા હોય અને ખરે નહીં. જો વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો ચોટલી પાતળી થઈ જાય છે. આજની ખરાબ લાઈફસ્ટાઇલ અને પ્રદૂષણના કારણે દરેક વ્યક્તિ ખરતા વાળની સમસ્યાથી પરેશાન છે. તેમાં પણ યુવતીઓ વાળ ખરવાના કારણે સૌથી વધુ ચિંતિત રહે છે. વાળ ખરતા અટકે તે માટે અલગ અલગ ઉપાયો પણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં વાળનું કરવાનું પ્રમાણ ઓછું થતું નથી.
આ પણ વાંચો: Ajwain Tea: બસ 30 દિવસ સવારે દૂધવાળી ચાને બદલે પીવો અજમાની ચા, શરીરને થશે આ 4 ફાયદા
વાળ ખરતા અટકી જાય તે માટેના કેટલાક પ્રોડક્ટ પણ માર્કેટમાં મળે છે પરંતુ આવા પ્રોડક્ટ ખૂબ મોંઘા હોય છે. દરેક વ્યક્તિને તે પરવડે તેવા નથી હોતા. જો કે મોટાભાગે તો આપણી પોતાની નાની-મોટી ભૂલ પણ વાળ ખરવાનું કારણ બને છે. આજે તમને એવા 3 કામ વિશે જણાવીએ જેના કારણે વાળ સૌથી વધુ ખરે છે. જો તમે આ 3 કામ કરવાનું બંધ કરી દેશો તો વાળ ખરવાનું પ્રમાણ પણ ઘટી જશે અને ધીરે ધીરે વાળ ખરતા બંધ થઈ જશે.
આ પણ વાંચો: ટોયલેટ સીટ કરતાં વધારે બેક્ટેરિયા હોય છે પાણીની બોટલમાં, સાફ કરવાની રીત વિશે જાણો
સૂતી વખતે વાળ ટાઈટ બાંધવા
વાળને ખરતા અટકાવવા હોય અને વાળનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો સુતી વખતે ટાઈટ ચોટલી કે વાળને રબરથી બાંધવાનું ટાળવું જોઈએ. જો રાત્રે તમે વાળને ટાઈટ બાંધી દો છો તો વાળના ફોલિકલ્સ પર પ્રેશર પડે છે અને એના કારણે વાળના મૂળ નબળા થવા લાગે છે અને વાળ ઝડપથી તૂટવા લાગે છે. તેથી સારું રહેશે કે તમે રાત્રે વાળને ખુલ્લા છોડો અથવા તો ઢીલી ચોટી બનાવો.
આ પણ વાંચો: Weight Loss: જાણો મહેનત કર્યા વિના વજન ઘટાડવાની સૌથી સરળ રીત, બસ આ 2 કામ કરો રોજ
ભીના વાળને બાંધવા
વાળ ભીના હોય ત્યારે તેમાં કાંસકો પણ ફેરવવો નહીં. આ આદત વાળને નુકસાન પહોંચાડે છે. તેનાથી વાળ નબળા થઈ જાય છે અને તૂટીને ખરવા લાગે છે. આ સિવાય વાળ ભીના હોય ત્યારે તેને બાંધવા પણ નહીં. ભીના વાળને બાંધી દેવાથી ધીરે ધીરે તે ડ્રાય થવા લાગે છે અને ડ્રાય થયેલા વાળ ઝડપથી ખરી જાય છે. તેથી વાળને સૌથી પહેલા સારી રીતે કોરા કરો અને પછી જ ચોટી બાંધો.
આ પણ વાંચો: Hair Color: હેર કલર કરાવ્યા પછી બસ આ ટીપ્સ ફોલો કરશો તો લાંબા સમય સુધી ટકશે કલર
સ્ટ્રેસથી દૂર રહો
વાળનો સૌથી મોટો દુશ્મન સ્ટ્રેસ છે. સ્ટ્રેસના કારણે હેર ફોલની સમસ્યા અનેક ગણી વધી જાય છે. જો વાળને હેલ્ધી રાખવા હોય અને ખરતા અટકાવવા હોય તો સ્ટ્રેસ લેવાથી બચવું જરૂરી છે. તેના માટે નિયમિત યોગ કે મેડીટેશન કરો. નિયમિત આઠ કલાકની ઊંઘ કરો. આ ફેરફાર કરી લેશો તો તમે અનુભવશો કે વાળ ધીરે ધીરે ખરતાં બંધ થવા લાગ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)