Hair Fall: કાંસકામાં રોજ દેખાય છે વાળના ગુચ્છા ? તો કરો આ 5 કામ, સાત દિવસમાં જ દેખાશે જાદુઈ અસર
Hair Fall: જો અનેક ઉપાયો કર્યા પછી પણ ખરતા વાળની સમસ્યાથી તમને મુક્તિ નથી મળી રહી તો આજે તમને ઘરમાં રહેલી ત્રણ એવી વસ્તુ વિશે જણાવીએ જે તમારા ખરતા વાળને માત્ર સાત દિવસમાં જ અટકાવી દેશે. આ વસ્તુઓનો ઉપયોગ વાળ પર કરશો તો 7 દિવસમાં તમારા વાળ પર અલગ જ ચમક જોવા મળશે.
Hair Fall: આજના સમયમાં દરેક વ્યક્તિ ખરતા વાળની સમસ્યાથી પીડિત છે. મહિલાઓની સાથે પુરુષો માટે પણ આ સમસ્યા ગંભીર બનતી જાય છે. જો સમયસર ખરતા વાળને અટકાવવામાં ન આવે તો માથામાં ટાલ પડવા લાગે છે. જ્યારે હદ કરતાં વધારે વાળ ખરવા લાગે તો તેને અટકાવવા માટે લોકો મોંઘી દવાઓ પણ કરતા હોય છે. સાથે જ અલગ અલગ પ્રકારના શેમ્પૂ જે ખરતા વાળને અટકાવવાનો દાવો કરે છે તેનો પણ ઉપયોગ કરે છે. જોકે આટલું કર્યા પછી પણ ઘણી વખત કોઈ ફરક દેખાતો નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને ઘરમાં રહેલી ત્રણ એવી વસ્તુ વિશે જણાવીએ જે તમારા ખરતા વાળને માત્ર સાત દિવસમાં જ અટકાવી દેશે.
આ પણ વાંચો: ઘરે બનાવેલું આ તેલ વાળને કરી દેશે કાળા ભમ્મર, મહિનાઓ સુધી વાળમાં નહીં દેખાય સફેદી
ડુંગળી
દરેક ઘરના રસોડામાં ડુંગળી સરળતાથી મળી રહે છે. ડુંગળી વાળ માટે રામબાણ ઈલાજ છે. જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો એક ડુંગળીનો રસ કાઢી તેને રૂની મદદથી વાળના મૂળમાં લગાડો. 20 મિનિટ પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ શેમ્પુ કરી લો. ડુંગળીનો રસ વાળના મૂળમાં થયેલા સંક્રમણને દૂર કરશે અને વાળને મજબૂત બનાવશે.
એલોવેરા
મોટાભાગના લોકો ઘરમાં એલોવેરા પણ ઉગાડતા હોય છે. ફ્રેશ એલોવેરા જેલને જો તમે નિયમિત રીતે માથામાં લગાડી દસ મિનિટ માલિશ કરશો અને પછી 30 મિનિટ સુધી રાખી શેમ્પુ કરી લેશો તો વાળ ખરવાની ફરિયાદ સાત દિવસમાં જ દૂર થઈ જશે.
આ પણ વાંચો: Fitness Tips: ઘરે 30 મિનિટ કરી લો આ કસરતો, જિમ ગયા વિના શરીર રહેશે ફીટ
નાળિયેરનું દૂધ
જો તમે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માંગો છો તો વાળમાં નાળિયેરનું દૂધ લગાડો. નાળિયેરનું દૂધ વાળમાં લગાડવાથી ખરતા વાળ પણ અટકે છે. તેના માટે નાળિયેરની પેસ્ટ બનાવી કપડાની મદદથી તેનું દૂધ કાઢી લો. હવે આ દૂધને રૂની મદદથી વાળમાં લગાડો અને દસ મિનિટ માટે રાખો. ત્યાર પછી વાળને પાણીથી ધોઈ લો. સાત દિવસની અંદર તમારા વાળ પર અલગ જ ચમક જોવા મળશે.
આ પણ વાંચો: Glowing Skin: ચમકદાર અને સુંદર સ્કિન માટે અજમાવો આ 3 માંથી કોઈ એક ઘરેલુ નુસખો
ઈંડા
ઈંડામાં રહેલું પ્રોટીન વાળને મૂળથી મજબૂત કરે છે અને ખરતા અટકાવે છે. તેના માટે ઈંડાના સફેદ ભાગનો ઉપયોગ કરવો. એક બાઉલમાં ઈંડાનો સફેદ ભાગ લઈ તેમાં એક ચમચી દહીં ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને વાળમાં લગાડો. 20 થી 30 મિનિટ પછી હુંફાળા પાણીથી વાળ ધોઈ શેમ્પુ કરી લો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)