Fitness Tips: ઘરે 30 મિનિટ કરી લો આ કસરતો, જિમ ગયા વિના શરીર રહેશે ફીટ, આખો દિવસ શરીરમાં રહેશે સ્ફુર્તિ

Fitness Tips: બીમારીઓને દૂર રાખવા અને શરીરને ફીટ રાખવા માટે દરરોજ કસરત કરવી જોઈએ. કેટલીક કસરતો તમારા શરીરને સંપૂર્ણ રીતે ફિટ રાખે છે. ઘણા લોકો કસરત કરવા જીમમાં પણ જાય છે. પરંતુ મહિલાઓને જીમમાં જવાનો સમય મળતો નથી. તેથી આજે ખાસ એવી કસરતો વિશે જણાવીએ જેને તમે ઘરે કરી શકો છો અને શરીરને ફીટ રાખી શકો છો. 

પુશઅપ્સ  

1/5
image

વ્યાયામ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમારે જીમમાં નથી જવું તો તમે ઘરે નિયમિત રીતે પુશઅપ્સ કરી ફીટનેસ જાળવી શકો છો. તેને કરવાથી શરીરની શક્તિ વધે છે.

સ્ક્વોટ્સ

2/5
image

સ્ક્વોટ્સ પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તમારા પગના સ્નાયુઓ મજબૂત થાય છે. ખાસ કરીને જાંઘના સ્નાયુઓ મજબૂત બને છે અને તમારું વજન પણ ઘટશે.

ક્રંચીસ 

3/5
image

આ કસરત તમારા ખભા અને પીઠને મજબૂત કરવા માટે શ્રેષ્ઠ રહેશે. તેને કરવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે.

ટ્રાઇસેપ્સ ડીપ્સ  

4/5
image

ટ્રાઇસેપ્સ ડીપ્સ એક્સરસાઇઝ કરવાથી પીઠનો દુખાવો મિનિટોમાં જ દૂર થઈ જાય છે. તેનાથી પેટ, કરોડરજ્જુ અને પગના સ્નાયુ મજબૂત બને છે.  

પ્લેન્ક  

5/5
image

નિયમિત રીતે પ્લેન્ક એક્સરસાઇઝ કરવાથી પેટના સ્નાયુઓને મજબૂત થાય છે. રોજ માત્ર 45 સેકન્ડ માટે આ કસરત કરશો તો પણ ફાયદો દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)