Hair Wash Mistakes: વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલ
Hair Wash Mistakes: જાણીને નવાઈ લાગશે પરંતુ વાળ ધોતી વખતે કરેલી કેટલીક ભુલ હેર ફોલની સમસ્યાને ભયંકર રીતે વધારી શકે છે. ઘણા લોકો એવા હશે જેઓ હેર વોશ કરે એટલે બાથરુમ વાળથી ભરાઈ જાય. આમ થવાનું કારણ હોય છે ખોટી રીતે વાળ ધોવા.
Hair Wash Mistakes: આજે દરેક વ્યક્તિને મોઢે સાંભળવા મળે કે વાળ ખૂબ જ ખરે છે... વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો તેની પાછળ વાળ ધોવાની ખોટી રીત પણ જવાબદાર હોય શકે છે. મોટાભાગના લોકો સ્કૈલ્પને બરાબર ક્લીન કરતા નથી જેના કારણે હેર ફોલિકલ્સમાં ગંદગી જામી જાય છે અને નવા વાળ ઊગી શકતા નથી. અને જે વાળ ઊગેલા હોય તે તુટવા લાગે છે. આ સ્થિતિમાં થોડા સમયમાં માથામાં ટાલ દેખાવા લાગે છે.
આ પણ વાંચો: Haldi: વજન ફટાફટ ઘટાડવા માંગતા લોકોએ ટ્રાય કરવો જ જોઈએ 2 ચપટી હળદરનો આ નુસખો
વાળ ધોવાની સાચી રીત
વાળ ધોવાના હોય તેની 30 મિનિટ પહેલા વાળમાં તેલ લગાવો. ત્યારબાદ વાળને શેમ્પૂ કરવા જોઈએ. શેમ્પૂ કરતા પહેલા પણ વાળને સારી રીતે ભીના કરો. ત્યારબાદ વાળને સ્કેલ્પમાં લગાવી સારી રીતે મસાજ કરો. પછી વાળને સારી રીતે સાફ કરો. શેમ્પૂ કર્યા પછી વાળના મૂળમાં ન જાય તે રીતે કંડીશનર લગાવું જોઈએ. કંડીશનર લગાડ્યા પછી 2 મિનિટમાં જ હેર વોશ કરી લેવા.
આ પણ વાંચો: Roti and Rice: રોટલી અને ભાત એકસાથે ખાવાથી વજન વધે... જાણો આ વાત સાચી કે ખોટી
વાળ ધોયા પછી આ ભુલ ન કરો
- વાળ ભીના હોય ત્યારે કાંસકો ન ફેરવો. તેનાથી વાળ ખરી જાય છે.
- અઠવાડીયામાં 2 થી 3 વારથી વધુ વાર વાળ ધોવાથી બચો.
- વાળ ધોયા પછી તુરંત તેલ ન લગાવો.
- વાળને નેચરલ હવાથી સુકાવા દો અને પછી તેમાં કાંસકો ફેરવો.
આ પણ વાંચો: Cloths stain: કપડાના જીદ્દી ડાઘને દુર કરવા ટ્રાય કરો આ 4 માંથી 1 ઘરેલુ ઉપાય
વાળ સુકાવવાની સાચી રીત
વાળ ધોયા પછી તેને કોરા કરવામાં પણ જે ભુલ થતી હોય છે તે વાળ ખરવાનું કારણ બને છે. જેમકે વાળમાં શક્ય હોય ત્યાં સુધી ડ્રાયર ન કરો. તેનાથી વાળ નબળા પડી જાય છે. નિયમિત ડ્રાયરનો ઉપયોગ ન કરો. વાળને કપડાથી ઝાટકીને કોરા ન કરવા જોઈએ. વાળને નેચરલ રીતે જ કોરા થવા દેવા જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)