Roti and Rice: રોટલી અને ભાત એકસાથે ખાવાથી વજન વધે... જાણો આ વાત સાચી કે ખોટી

Roti and Rice: વાત જ્યારે વજન વધવાની હોય ત્યારે લોકો એવું વિચારે છે કે રોટલી અને ભાતને સાથે ખાવા નહીં કારણ કે તેનાથી વજન ઝડપથી વધે છે. આ માન્યતા વર્ષોથી પ્રવર્તે છે. પરંતુ શું ખરેખર રોટલી અને ભાત સાથે ખાવાથી વજન વધે? આ પ્રશ્નના જવાબમાં ડોક્ટરો શું કહે છે આજે તમને જણાવીએ. 

Roti and Rice: રોટલી અને ભાત એકસાથે ખાવાથી વજન વધે... જાણો આ વાત સાચી કે ખોટી

Roti and Rice: રોટલી અને ભાત ભારતીય ભોજનનું અભિન્ન અંગ છે. દરેક ઘરે જમવાનું બને ત્યારે રોટલી અને ભાત બને જ છે. પરંતુ વાત જ્યારે વજન વધવાની હોય ત્યારે લોકો એવું વિચારે છે કે રોટલી અને ભાતને સાથે ખાવા નહીં કારણ કે તેનાથી વજન ઝડપથી વધે છે. આ માન્યતા વર્ષોથી પ્રવર્તે છે. પરંતુ શું ખરેખર રોટલી અને ભાત સાથે ખાવાથી વજન વધે? આ પ્રશ્નના જવાબમાં ડોક્ટરો શું કહે છે આજે તમને જણાવીએ. 

લોકો એવું માને છે કે રોટલી અને ભાતને સાથે ખાવાથી વજન વધે છે. પરંતુ સત્ય હકીકત એ છે કે વજન ફક્ત આ બે વસ્તુ ખાવાના કારણે નથી વધતું. રોજના ભોજનમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ કેટલું છે તેના પર વજન વધવાનો આધાર હોય છે. 

રોટલી મોટાભાગે ઘઉંના લોટમાંથી બને છે જેમાં ફાઇબર, વિટામીન અને મિનરલ્સ હોય છે. ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. સફેદ ચોખામાં ફાઇબર ઓછું હોય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કાર્બોહાઈડ્રેટ શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન કરે છે. પરંતુ વધારે માત્રામાં કાર્બોહાઇડ્રેટ લેવાથી વજન વધી શકે છે. તેથી જો તમને ભોજનમાં રોજ ભાત ખાવાની આદત હોય અને વજન વધી રહ્યું હોય તો ભાતનું પ્રમાણ નક્કી રાખો સાથે જ ભાત કયા સમયે ખાવ છો તે વાતનું પણ ધ્યાન રાખો. 

મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે રોટલી અને ભાત ખાવાથી વજન વધે છે તે એક મીથક છે. જો તમે રોજ બેલેન્સ ડાયટ ફોલો કરો છો, નિયમિત એક્સરસાઇઝ કરો છો તો પછી રોજના ભોજનમાં રોટલી અને ભાત બંનેનો સમાવેશ કરવો જોઈએ કારણ કે બંને વસ્તુમાં જે પોષક તત્વ છે તે શરીર માટે જરૂરી છે. 

રોટલી અને ભાત સંતુલિત માત્રામાં રોજ લેવાથી વજન વધતું નથી. વજન ત્યારે વધે છે જ્યારે શરીરમાં કેલરી વધારે જતી હોય અને શારીરિક ગતિવિધિ ઓછી હોય. જો તમે પોતાની ડાયેટમાં યોગ્ય વસ્તુઓને પસંદ કરો છો અને નિયમિત વ્યાયામ પણ કરો છો તો વજન કંટ્રોલમાં રહેશે. ત્યાર પછી તમે રોટલી અને ભાત રોજ સાથે ખાશો તો પણ વજન નહીં વધે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news