How To Make Hair Wash Powder: વર્ષો પહેલા દાદી-નાનીના સમયમાં વાળની ​માવજત કરવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ થતો હતો. આજે જે રીતે વાળને શેમ્પૂ કરવામાં આવે છે તેમ વર્ષો પહેલા વાળને સાફ કરવા માટે અરીઠા અને શિકાકાઈ જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમય જતાં સમય બચાવવા માટે અને અન્ય કારણોસર વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ થવા લાગ્યો. સામાન્ય રીતે શેમ્પૂમાં ઘણા કેમિકલ હોય છે જે વાળ પર લાંબા સમયે પણ આડઅસર કરી શકે છે. વાળને સુંદર અને લાંબા રાખવા અને વાળની અન્ય સમસ્યાને દુર કરવી હોય તો આજે પણ તમે શેમ્પૂને બદલે પરંપરાગત અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તેના માટે ઘરે સરળતાથી વાળને સાફ કરવા માટે હર્બલ પાવડરનો ઉપયોગ બનાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઘરે બનાવેલું આયુર્વેદિક આમળાનું તેલ લગાવશો તો વાળ થશે મજબૂત, વાળ ખરતાં અટકશે


ઉનાળામાં થતી આંખની બળતરાની તકલીફ તુરંત દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય


બીટ અને બદામના તેલનો આ રીતે કરશો ઉપયોગ તો થોડા જ દિવસોમાં દુર થઈ જશે ડાર્ક સર્કલ
 
હર્બલ હેર વોશ પાવડર બનાવવા માટેની સામગ્રી


4 ચમચી શિકાકાઈ 
બે ચમચી અરીઠા  
બે ચમચી મેથી
એક ચમચી લીમડાના પાન 
1 ચમચી જાસૂદના સુકા ફૂલ


હર્બલ હેર વોશ પાવડર બનાવવાની રીત


સૌથી પહેલા બધી સામગ્રીને અલગ અલગ પીસી અને પાવડર બનાવી લો. આ પાવડર બજારમાં તૈયાર મળી પણ જાય છે. તેને જરૂર અનુસાર ઉપયોગમાં લઈ શકાય છે. માપ અનુસાર બધા પાવડરને સારી રીતે મિક્સ કરો અને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લેવો. હવે જ્યારે પણ વાળ ધોવા માટે તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેમાંથી જરૂર મુજબ પાવડર લેવો અને તેમાં પાણી મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને વાળના મૂળ અને વાળ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ આ પેસ્ટને વાળમાં થોડો સમય રહેવા દો અને પછી વાળને ધોઈ લેવા. 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)