HAIR FALL: ન માત્ર મહિલાઓ પરંતુ પુરૂષોને પણ વાળ પ્રત્યે પ્રેમ હોય છે અને વાળ ખરે એ કોઈને ના ગમે... આજની સ્ટ્રેસફુલ લાઈફ, પોષણક્ષમ ખોરાક ન લેવો, પાણી શરીરની ત્વચાને માફક ન આવવું અનેક મુદ્દાઓના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. વાળ ખરવાની સમસ્યાના કારણે આપણે માનસિક તણાવ અનુભવતા હોય છે. ત્યારે અહીં કેટલાક ઘરેલુ નુસખાઓ છે જેનાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાળ ખરતા હોય ત્યારે આપણે શરૂઆતમાં તેને આપણે ગંભીરતાથી લેતા નથી, પરંતુ જેમ જેમ આ સમસ્યા વધે છે તેમ ટાલિયાપણાનો શિકાર બનવાની શક્યતા વધી જાય છે. હોર્મોન્સના લેવલમાં અચાનક બદલાવ, કેલ્શિયમની ખામી અને કેટલીક ગંભીર બિમારીઓના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. 

અહીં જાણીએ કે વાળ ખરવાની સમસ્યા માટે કયા ઉપાયો અપનાવી શકાય છે:


1. ડુંગળીનો ઉપયોગ
ડુંગળીના બે કટકા કરી લો, 5 થી 7 મિનિટ સુધી માથામાં જે હિસ્સામાં વાળ નથી તે હિસ્સા પર તેને ઘસો, જ્યાથી વાળ ખરી રહ્યા છે ત્યા વાળ ખરવાનું બંધ થશે અને નવા વાળ આવવા લાગશે.


આ પણ વાંચોઃ ગુજરાતનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ મહારાષ્ટ્ર પહોંચ્યું, જાણો છો તેના આવિષ્કારની કહાની


2. કલોંજી
કલોંજીને પીસીને પાઉડર બનાવો. આ પાઉડરને પાણીમાં મિક્સ કરો અને તે પાણીથી તમારું માથું ધોઈ લો. થોડા દિવસમાં વાળ ખરવાની સમસ્યા દૂર થશે


3. આમળા-લીમડો 
આમળાના પાઉડર અને લીમડાના પાનને પાણીમાં નાખી સારી રીતે ઉકાળી લો. આ પાણીથી અઠવાડિયામાં બે વાર હેર વોશ કરો.


4.મૂલેઠી-કેસર 
ટાલિયાપણાની સમસ્યા દૂર કરવા મૂલેઠીનો ઉપયોગ કરી શકો છો. થોડીક મુલેઠી લો તેમાં દૂધના કેટલાક ટીપાં ઉમેરો અને ચપટી કેસર નાખો. આ બધાને પીસીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને રાત્રે સોતા પહેલા તેને માથા પર લગાવો અને સવારે શેમ્પુ કરી લો.


આ પણ વાંચોઃ ગુજરાતમાં અહીં 7 અજાયબીઓ સાથે છે જંગલ સફારી, એડવેન્ચર, વોટર પાર્ક...બીજું ઘણું બધુ


5. કેળા- લીંબુ
કેળાને સારી રીતે સ્મેશ કરી લો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને બ્રશની મદદથી માથામાં લગાવો અને કેટલાક કલાકો માટે તેને રહેવા દો અને ત્યારબાદ વાળ ધોઈ લો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube