ગુજરાતનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ મહારાષ્ટ્ર પહોંચ્યું, જાણો છો તેના આવિષ્કારની કહાની!
Gujarat Street Food: ગુજરાતના વ્યંજનની વાત કરીએ તો દેશવાસીઓના મગજમાં ઢોકળા અને થેપલા આવી જાય, પરંતુ ગુજરાતીઓ એક કે બે નહીં પરંતુ જાત-જાતની ચટાકેદા વાનગીઓ ખાવાના શોખીન છે.
Trending Photos
GUJARATI BURGER: ગુજરાતીઓના 'દેશી બર્ગર' એટલે દાબેલીમાં જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ હોય છે. જોઈને તમને બર્ગર લાગશે તો કોઈને વડાપાઉ લાગશે પરંતુ દાબેલીનો સ્વાદ અલગ જ છે અને સાથે ચટાકેદાર છે. આમ તો ગુજરાતનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે પરંતુ મુંબઈમાં પણ દાબેલી ખૂબ ચાઉથી ખવાય છે.
200 વર્ષથી એવી ને એવી છે અડદના લોટમાંથી બનેલી હનુમાનજીની આ મૂર્તિ, તમે જોઈ
જાણો 5 સુંદર વાવ વિશે અજાણી વાતો, શાહી વારસા અને સુંદરતાનું છે પ્રતિક
ગુજરાતની દાબેલીનો ઈતિહાસ બહુ જૂનો નથી. ગુજરાતના કચ્છના કેશવજી ગાભા ચુડાસમા નામની વ્યક્તિએ સૌથી પહેલા આ પ્રકારની વાનગી બનાવી. વર્ષ 1960માં બનેલી આ વાનગી ગામમાંથી બહાર નીકળી અને ધીમે ધીમે પ્રચલિત થતી ગઈ. ધીમે ધીમે દાબેલી ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચી ગઈ... આજથી બે દસકા પહેલાના સમયમાં દાબેલી ત્રણ રૂપિયામાં મળતી હતી. આજે આ દાબેલી 20 રૂપિયામાં મળી રહે છે. દાબેલી વડાપાઉની જેમ સસ્તુ અને ચટાકેદાર ફૂડ છે. 'દબાવવામાં આવેલી વાનગી' એટલે તેને દાબેલી કહેવામાં આવે છે.
સાયલન્ટ કિલરનું કામ કરે છે High blood pressure, તમારી આદતોમાં કરો આ 5 ફેરફાર
New Rules: 1 ડિસેમ્બરથી થશે 13 મોટા ફેરફાર, જાણો કયા મહત્વના નિયમો બદલાશે
થોડો તીખો અને મીઠો સ્વાદ
ગુજરાતી ડીશ હોય ત્યારે તેના સ્વાદમાં થોડી મીઠાશ હોય તે સ્વાભાવિક છે. બે પાઉની વચ્ચે જે મસાલો ભરવામાં આવે છે તે તેનો સૌથી મોટી ખાસિયત છે. દાબેલીમાં મુખ્ય સામગ્રી બટાકા છે, અને તેમાં સ્વાદનો રોલ ભજવે છે તેની ચટણી... આ ચટણીમાં આંબલી,ખજૂર,લસણ અને લાલ મરચું સાથે ખાસ દાબેલીનો મસાલો ઉમેરવામાં આવે છે. આ ચટણીથી દાબેલી ખાટી-મીઠી લાગે છે. આ દાબેલી પર સેવ ભભરાવવામાં આવે છે જેનાથી તે ક્રન્ચી લાગે છે.
રાજપૂત યોદ્ધાઓ તાકાત માટે ખાતા હતા આ ખાસ ડીશ, સુગંધ માત્રથી મોંમાં આવી જશે પાણી
શાહી મહિલાઓ માટે બનાવ્યો હતો 953 બારીવાળો આ મહેલ, 87 ડિગ્રી ખૂણે નમેલો છે
ગુજરાત સહિત આ રાજ્યોમાં લોકપ્રિય
ગુજરાતના દરેક શહેરમાં દાબેલી મળી જાય છે, રેલવે સ્ટેશનની બહાર કે બસ સ્ટોપની પાસે તમને દાબેલીના બોર્ડ સાથેની લારીઓ જોવા મળશે જ. આ દાબેલી ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર,તેલંગણા, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ લોકપ્રિય થઈ છે. દિલ્લીમાં પણ કેટલાક સ્થળોએ દાબેલી મળી રહે છે. આ સાથે તમે જો ઈન્દોર અને ભોપાલમાં હોવ તો ત્યા પણ દાબેલીનો સ્વાદ માણી શકો છો. જો કે, સ્થળ બદલાવવાથી થોડી ઘણી બનાવવાની રીત અને તેના સ્વાદમાં બદલાવ જોવા મળી શકે છે. દાબેલીનો જો અસલ સ્વાદ લેવો હોય તો કચ્છમાં જવું પડે...
શરીરના અંગ ફફડવા પાછળ છે શુભ-અશુભ સંકેત, આ અંગ ફફડે તો જવું પડી શકે છે જેલ
એક એવું અનોખું મંદિર, જ્યાં મરેલા લોકોની થાય છે પૂજા, આશ્વર્ય જનક છે ઇતિહાસ
દાબેલી પર તો ગર્વ લેવાય
જ્યારે દેશી વ્યંજનની વાત આવે ત્યારે દાબેલીનું નામ અચૂકથી લેવાય. ન માત્ર ગુજરાતીઓ પરંતુ દેશવાસીઓ ગર્વથી કહી શકે છે કે દાબેલી એક દેશી ક્લાસિક બર્ગર છે જેનો સ્વાદ આજે દેશની બહારના લોકોને પણ પસંદ આવ્યો છે.
લીલા વટાણા કોના માટે ફાયદાકારક કોના માટે નુકસાનકારક, વાંચી લેજો આ લિસ્ટ
shilajit ke fayde: જેટલા સાંભળ્યા હશે તેના કરતાં વધુ છે શિલાજીતના ફાયદા, ગુણોને છે ભંડાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે