viral news : સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો સૌને ડરાવી રહ્યો છે. જે જોઈને ભલભલાના હાથ કાંપવા લાગે છે. તો કેટલાકના હૃદય ધબકાર ચૂકી રહ્યાં છે. આ વીડિયો એટલો ખતરનાક છે કે, જોનારાના હાંજા ગગડી જાય. વીડિયોમાં જોઈ શકાય છે કે, રાતના અંધારામાં બે ગાડીઓ ચાલી રહી છે. એક આગળ અને બીજી પાછળ. આગળની ગાડીની છત પર સફેદ કપડા પહેરેલી એક યુવતી બેસી છે. થોડીવારમાં એ યુવતી ઉડીને બીજી ગાડીના બોનેટ પર આવી જાય છે. જો આ સાંભળીને તમને પણ ડર લાગ્યો હોય તો સમજી જજો કે વીડિયો જોનારાને કેવુ થતુ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ સોશિલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. harazachvfx નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. રાતના અંધકારમાં કેદ થયેલો ઓ વીડિયો બહુ જ ડરામણો છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 


કેનેડાના જંગલમાં ફરી રહી છે બે ડાકણ, કપડાં વગર હરણનું માંસ ખાતી જોવા મળી


રાજકોટના રાઠોડ પરિવાર પર આવી દુખની ઘડી, જન્મદિને જ વહુનું હાર્ટએટેકથી મોત


પરંતુ આ વીડિયો થકી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો કોઈ ટીખળનો ભાગ હોય તેવુ પણ કહેવાય છે. પરંતુ સોશિયલ મીડિયામા આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યાં છે. તેના પર એક યુઝરે લખ્યું, ‘જો નહી દારા વો લાઈક કરેન.’ અન્ય યુઝરે લખ્યું, ‘ચિંતા ન કરો, તે માત્ર લિફ્ટ માંગી રહી છે.’ તમને જણાવી દઈએ કે આ વીડિયોને લાખો વ્યૂઝ મળી રહ્યાં છે. 


તથ્ય પટેલના પિતાનો આ ઓડિયો સાંભળી 9 મૃતકોના પરિવારજનોનું લોહી ઉકળી જશે