રાજકોટના રાઠોડ પરિવાર પર આવી દુખની ઘડી, જન્મદિને જ વહુનું હાર્ટએટેકથી મોત

Heart Attack : નિશિતાબેનનો 36 મો જન્મદિવસ હતો, ઘરમાં ખુશીનો માહોલ હતો, પરંતું જન્મદિને જ તેમનું મૃત્યુ થતા રાઠોડ પરિવારમાં ભારે કલ્પાંત છવાયો 

રાજકોટના રાઠોડ પરિવાર પર આવી દુખની ઘડી, જન્મદિને જ વહુનું હાર્ટએટેકથી મોત

Rajkot News : રંગીલા રાજકોટમાં હાર્ટ એટેકથી મોતના સિલસિલા વધી રહ્યાં છે. ગુજરાતના આ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાની વયના અને યુવા વયના લોકોને હાર્ટ એટેકથી મોત આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. 36 વર્ષીય પિરણીતાને તેના જન્મદિને જ હાર્ટએટેક આવ્યો હતો. હૃદયના હુમલા બાદ મોત થતા મહિલાના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. 

રાજકોટમાં આજે ફરી હાર્ટએટેકથી મોતનો કિસ્સો બન્યો છે. જાણીતા ડીજે ધર્મેશભાઈ ઉર્ફે અક્કી રાઠોડના પત્ની નિશિતાબેન ઘરમાં રોટલી બનાવતા હતા. ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને બેભાન થઇ ગયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતું સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું છે. દુખની ઘડી તો એ છે કે, નિશિતાબેનનો 36 મો જન્મદિવસ હતો, ઘરમાં ખુશીનો માહોલ હતો, પરંતું જન્મદિને જ તેમનું મૃત્યુ થતા રાઠોડ પરિવારમાં ભારે કલ્પાંત છવાયો છે. નિશિતાબેનના મોતથી તેમની બે માસુમ દીકરીઓએ માતાનો સાયો ગુમાવ્યો છે. પરંતું રાજકોટમાં હાર્ટ એટેકથી મૃત્યુના વધતા કિસ્સા  ચિંતા જગાવી રહ્યાં છે. 

જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ગર્ભાશયની કોથળી ફાટી જતા હદયરોગનો હુમલો આવવાથી મોત થયાનું ખુલ્યું હતું. તેમજ નિશીતાબેનને અન્ય કોઈ બીમારી ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું હતું. આમ, જન્મદિવસ તેમનો અંતિમ દિવસ બન્યો હતો. 

વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

તણાવમુક્ત રહો
વર્તમાન સમયમાં નાની ઉંમરથી જ વ્યક્તિને તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. આના કારણે શરીરના ભાગમાં સોજા આવવા લાગે છે. જો વ્યક્તિને તણાવ કે ડિપ્રેશનની સમસ્યા હશે તો અંદરના ભાગમાં સોજા પણ હશે. આ માટે સૂવાના સમય નક્કી કરો અને પૂરતી ઊંઘ લો. વ્યક્તિને હમેશા પોતાને વ્યસ્ત રાખવું જોઈએ.

સક્રીય રહો
વર્તમાન સમયમાં લોકો શારારિક પ્રવૃતિઓ ઓછી કરે છે અને પરિણામે શરીરમાં ચરબી અને બીમારીઓ થવા લાગે છે. આ માટે રોજ બહાર ફરો, વોક કરો, કસરત કરો. કસરતને તમારી રૂટીનમાં સામેલ કરો. શરીરને જો સક્રિય નહિ રાખો તો લોહીની નસમાં બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે.

રેસ્ટોરન્ટના ખોરોકથી દૂર રહો, અને આરોગ્યપ્રદ ખોરાક લો
20-30 વર્ષની ઉંમર દરમિયાન બહારની વસ્તુ ખાધી છે, તો હવે તેને છોડી દો. આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ સામેલ કરો. સિઝનલ ફૂડનો સેવન કરવો જોઈએ. તળેલી, પ્રોસેસ્ડ અને સ્ચ્યુરેટેડ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ હાર્ટએટેકના જોખમને વધારવાનું કામ કરે છે.

કસરત કરો
20 વર્ષની ઉંમરથી કસરત કરવાની આદત પાડો. દરરોજ 5 હજારથી 10 હજાર પગથિયા ચાલો. 30 થી 45 મિનિટ સુધી કસરત કરો. રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો. દરેક રીતે તમારી જાતને વ્યસ્ત રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news