વાસી રોટલીના ફાયદાઓ જાણશો તો પાડોશી પાસેથી પણ માંગી લાવશો રાતની રોટલી
Benefits of stale roti: ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાઈજેશન માટે સારી હોય છે. એમા પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે. આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા...
Benefits of stale roti: ઘઉંના લોટની બનેલી રોટલીઓ ડાઈજેશન માટે સારી હોય છે. એમા પણ તે જ્યારે વાસી બની જાય છે ત્યારે તેના ગુણ વધી જાય છે. આવો તમને જણાવીએ વાસી રોટલીના ફાયદા...રોજ રાતે કે દિવસે આપણે ઘણો બધો કંટ્રોલ રાખીએ પણ રોટલી વધતી જ હોય છે. લોકો વધેલી રોટલી ગાય કે કૂતરાને ખવડાવી દેતા હોય છે પણ અમે તમને અહીં વાસી રોટલીના ફાયદાઓ જણાવી રહ્યાં છે. જે જાણીને તમને વાસી રોટલી ફેંકવાનું મન થશે નહીં. મોટાભાગના લોકો વાસી રોટલી ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ જો તમે તેની ફ્રેશનેસ પર ધ્યાન ન આપીને તેના ફાયદા પર ધ્યાન આપશો તો તમને તે ખાવી ગમશે. તમને ખબર નહીં હોય પણ તાજી રોટલી કરતાં વાસી રોટલીમાં વધુ પોષક તત્વો હોય છે. જ્યારે રોટલી 10 થી 12 કલાક સુધી રહે છે, ત્યારે તેમાં RS એટલે કે રેજિસ્ટેંસ સ્ટાર્ચ વધે છે. વાસી રોટલી ખાવાના એક નહીં અનેક ફાયદાઓ છે.
શરીર અને પેટની ગરમી શાંત થશે
આ સ્ટાર્ચ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે 10 થી 12 કલાક પહેલા બનાવેલી રોટલીને તમારા આહારમાં કોઈપણ સંકોચ વગર સામેલ કરી શકો છો.તાજી રોટલી કરતાં વાસી રોટલીમાં ઓછી કેલરી હોય છે. ખરેખર, વાસી રોટલીમાં ભેજ ઓછો હોય છે જેના કારણે તેને ખાધા પછી વધુ પાણી પીવું પડે છે. આવી સ્થિતિમાં જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે વાસી રોટલી એક સારો આહાર સાબિત થઈ શકે છે. વાસી રોટલીને દૂધમાં પલાળીને થોડીવાર રાખી પછી ખાવામાં આવે તો તેનાથી શરીર અને પેટની ગરમી શાંત થાય છે.
AC ને ઘરે જ કરો સાફ? ઠંડું બરફ જેવું થઇ જશે ઘર અને રૂપિયા પણ બચશે, જાણો રીત
વાસી રોટલી ખાવાથી થાય છે આ 5 ફાયદા
1. ડાયાબિટિસ પર કંટ્રોલ
વાસી રોટલી રોજ દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટિસ અને બીપી કંટ્રોલમાં રહે છે. રોટલી વાસી થઈ જતા તેમા લાભકારી બેક્ટેરિયા આવી જાય છે અને ગ્લુકોઝની માત્રા પણ ઓછી હોય છે.
સિક્યોરિટી ગાર્ડનો પુત્ર IPL માં બન્યો કરોડપતિ, પિતાને આશા દેશ માટે રમશે તેમનો લાલ
2 પેટની બીમારીઓ નહીં થાય
વાસી રોટલી ખાવાથી પેટની બીમારીઓ પણ થશે નહીં. આ સાથે જ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે.
3 પાચન શક્તિ મજબૂત થાય છે
વાસી રોટલીમાં ફાયબર ભરપૂર હોય છે જેના કારણે ડાઈજેશન સારું રહે છે. તેને રોજ ખાધા બાદ તમારે પેટની સમસ્યાઓ વેઠવી પડશે નહીં.
ગુજરાતમાં લગાવવામાં આવશે લંડન આઇ કરતાં પણ મોટો ઝૂલો 'Gift Eye', જાણો કેટલી હશે ઉંચાઇ
4 શરીરનું તાપમાન બેલેન્સ રહેશે
આ રોટલીઓ બોડી ટેમ્પરેચર મેન્ટેઈન કરવામાં મદદગાર સાબિત થાય છે. ખાસ કરીને ગરમીમાં વાસી રોટલી ખાવાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યા નહીં આવે.
5. દુબળાપણાની સમસ્યા દૂર થશે
બોડીને એનર્જી આપવા માટે પણ વાસી રોટલી ખુબ કામમાં આવે છે. તેનાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે અને દુબળાપણાને દૂર કરવા માટે રાતના સમયની વાસી રોટલી ખાવી સૌથી કારગર ઉપાય માનવામાં આવે છે.
ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો શું છે રહસ્ય
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)