Night Walk: સૂતા પહેલા વોક કરવાથી શરીર રહેશે તંદુરસ્ત, જાણો રાત્રે વોક કરવાના ફાયદા વિશે
Night Walk: શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા વોક કરવાથી શરીર પર જાદૂ જેવી અસર થાય છે? રાત્રે સૂતા પહેલા જો તમે વોક કરવાની આદત રાખો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે. આજે તમને જણાવીએ રાત્રે જમ્યા પછી સૂતા પહેલા વોક કરવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
Night Walk: હરતાં ફરતાં રહેવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ વાત તો તમે પણ જાણતા હશો પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા વોક કરવાથી શરીર પર જાદૂ જેવી અસર થાય છે? રાત્રે સૂતા પહેલા જો તમે વોક કરવાની આદત રાખો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે. આજે તમને જણાવીએ રાત્રે જમ્યા પછી સૂતા પહેલા વોક કરવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
રાત્રે વોક કરવાથી થતા ફાયદા
આ પણ વાંચો: મેકઅપ વિના 10 મિનિટમાં ચહેરાની વધી જશે સુંદરતા, અજમાવો આ 5 માંથી કોઈ એક ઉપાય
- રાત્રે સૂતા પહેલા ચાલવાથી શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે જેના કારણે ઊંઘ સારી આવે છે. તેનાથી મગજ પણ શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે.
- રાત્રે જમ્યા પછી અને સૂતા પહેલા વોક કરવાથી સ્ટ્રેસ અને ચિંતા ઘટે છે. તેનાથી મૂડ સારો રહે છે અને ડિપ્રેશનનું જોખમ પણ ઘટે છે.
- રોજ રાત્રે વોક કરવાથી કેલેરી બર્ન થાય છે. કેલેરી બર્ન કરીને સૂવાથી વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ મળે છે.
આ પણ વાંચો: ચહેરા પર મોંઘી ક્રીમને બદલે આ 5 સસ્તી વસ્તુનો ઉપયોગ કરો, રાતોરાત ત્વચા પર દેખાશે ચમક
- નિયમિત રીતે રાત્રે વોક કરવાથી હાર્ટની એક્ટિવિટી નિયમિત થઈ જાય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
- રાત્રે વોક કરવાથી પગના મસલ્સ મજબૂત થાય છે. તેનાથી સાંધા પણ મજબૂત બને છે.
રાત્રે વોક કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખો
આ પણ વાંચો: સફેદ વાળને કાળા કરવા તેલ, હળદર અને લીમડાના પાનનો કરો ઉપયોગ, સૌથી બેસ્ટ રીઝલ્ટ મળશે
રાત્રે જમ્યાના ઓછામાં ઓછા 2 કલાક પછી વોક કરવા જવું. રાત્રે ક્યારેય ઝડપથી ચાલવું નહીં. રાતની વોક પણ આરામદાયક કપડામાં કરવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)