શિયાળામાં હીટરનો ઉપયોગ કરતા પહેલાં ચેતજો, તમારા શરીરની પથારી ફેરવી નાંખશે આ રમકડું!
સામાન્ય રીતે ગુજરાત જ નહીં પણ ભારતભરમાં ઠંડીથી બચવા આપણે ત્યાં હીટરનો ઉપયોગ થતો હોય છે. આજકાલ માર્કેટમાં ઓઈલ હીટર, ગેસ હીટર અને ઈન્ફ્રારેડ હીટર અવેલેબલ છે. આજકાલ ઓછી કિંમતના હીટર આવવા લાગ્યા છે, જે ખરીદી શકાય છે. સસ્તા હોવાને કારણે લોકો તેને ખરીદે છે, પરંતુ આગળ જતાં આવા હીટર તમારી હેલ્થની પથારી ફેરવી શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ચોમાસુ પુરું થયું અને શિયાળાની શરૂઆતનો સમય છે. સામાન્ય રીતે તો દર વર્ષે અત્યારે શિયાળો પ્રારંભ થઈ ગયો હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું લાંબું ખેંચાયું છે. જેને કારણે અત્યારે પણ ગુજરાતના કેટલાં વિસ્તારોમાં પાછોતરો વરસાદ જોવા મળ્યો છે. જેને પગલે આ વખતે પણ ગુજરાતમાં હજુ સુધી વિધિવત રીતે શિયાળાની શરૂઆત થઈ નથી.
જોકે, એક વાર શિયાળો શરૂ થયા બાદ આપણે ત્યાં પણ ઠંડીનો ભારે ચમકારો જોવા મળતો હોય છે. આવી સ્થિતિમાં ઘણાં લોકો ઘર કે ઓફિસમાં હિટરનો ઉપયોગ કરતા હોય છે. જો તમે પણ શિયાળામાં હિટરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો...જીહાં હિટર તમારા સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન...જાણો વિગતવાર...
સામાન્ય રીતે ગુજરાત જ નહીં પણ ભારતભરમાં ઠંડીથી બચવા આપણે ત્યાં હીટરનો ઉપયોગ થતો હોય છે. આજકાલ માર્કેટમાં ઓઈલ હીટર, ગેસ હીટર અને ઈન્ફ્રારેડ હીટર અવેલેબલ છે. આજકાલ ઓછી કિંમતના હીટર આવવા લાગ્યા છે, જે ખરીદી શકાય છે. સસ્તા હોવાને કારણે લોકો તેને ખરીદે છે, પરંતુ આગળ જતાં આવા હીટર તમારી હેલ્થની પથારી ફેરવી શકે છે.
મહત્ત્વનું છેકે, અત્યાર સુધી લોકો રૂમ હીટરના ફાયદા જાણતા જ હશે પરંતુ બહુ ઓછા લોકો તેના ગેરફાયદા વિશે જાણે છે. આજે અમે તમને એવી 3 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ગભરાઈ જશો.
1) થઈ શકે અસ્થમા-
મોટાભાગના રૂમ હીટર કાર્બન મોનોક્સાઇડ છોડે છે. જો તમારા ઘરમાં વેન્ટિલેશન નથી અને તમે હીટર ચાલુ રાખીને સૂઈ જાઓ છો, તો તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી તમારી સાસુની બીમારી થઈ શકે છે.
2) શ્વાનની તકલીફ-
અસ્થમા ન થાય તો પણ હીટરના લીધે તમને શ્વાનને લગતી અન્ય સમસ્યાઓ થઈ શકે છે. હીટરના લીધે તમને શ્વાન લેવામાં તકલીફ પડી શકે છે. હીટને લીધે તમારા ફેફસાં પણ કમજોર પડી શકે છે. તેની પણ બીમારી થઈ શકે છે.
3) ડાઉન થઈ શકે છે ઈમ્યુનીટી-
ગરમ ઓરડામાં બેસવું સારું લાગે છે, પરંતુ જ્યારે તમે અચાનક બહાર આવો છો, ત્યારે તમને ઠંડી હવા લાગે છે. શરીરમાં અચાનક થતા ફેરફારો તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. તેનાથી રોગ પણ થઈ શકે છે.
4) શિયાળાની ઋતુ એકદમ સૂકી હોય છે. હીટરના ઉપયોગથી હવામાં ભેજ વધે છે. શુષ્ક હવામાનને કારણે, તમારી સ્કિન પણ શુષ્ક બની શકે છે. જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો બીમારીનો ખતરો હોઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)