ભૂલથી પણ ના ખાતા ફ્રીજમાં મુકેલી ડુંગળી, શરીરમાં ફેલાશે ઝેર! જાણો શું કહે છે નિષ્ણાતો
આ આર્ટિકલમાં વાત કરીશું તમારા ઘરના રસોડાની. જીહાં, રસોડામાં ખાસ કરીને રસોડામાં રાખવામાં આવેલાં ફ્રીજની અને તેમા મુકવામાં આવતી વસ્તુની. ઘણાં લોકો ફ્રીજમાં ડુંગળી કાપીને મુકતા હોય છે. જો તમને પણ આવી આદત હોય તો આજથી જ ચેતી જજો...
નવી દિલ્લીઃ ડ઼ુંગળી એક એવી શાકભાજી છે સામાન્ય રીતે અન્ય શાકની સરખામણીએ એમાં સ્મેલ વધારે આવે છે. જો ડુંગળી ખાધી હોય તો એની સ્મેલ ઘણાં કલાકો સુધી આવતી હોય છે. એ જ કારણે ઘણાં લોકો ડુંગળી ખાવાનું પસંદ જ નથી કરતાં. બીજી તરફ એવા પણ લોકો છે જે બન્ને હાથે ડુંગળી ખાતા હોય છે. જેમને ડુંગળી ખાધા વિના ચાલતું પણ નથી. ડુંગળી ખાવી કે ના ખાવી એ તમારી પસંદગીની વાત છે. પણ અહીં ખાસ એ વાત કરવામાં આવી છેકે, તમે અજાણતા જે ભૂલ કરો છો એ તમને ભારે પડી શકે છે.
મોટાભાગના લોકો આહારમાં ડુંગળીનો જરૂર ઉપયોગ કરતા હોય છે. એવું પણ કહેવાય છેકે, ડુંગળી એ દુનિયાભરમાં સૌથી વધારે વેચાતુ, વપરાતુ અને ખવાતું શાક છે. ઓનિયન ઈઝ લાર્જેસ્ટ સેલિંગ વેજિટેબલ ઈન ધ વર્લ્ડ. શાકથી લઈને સલાદમાં ઉપયોગ થતાં ડુંગળી ઔષધીય એંટી બેક્ટીરિયલ અને એંટી ઈંફ્લેમેંટ્રી ગુણ હોય છે. પણ જો તમે ડુંગળી કાપીને કે છોલીને ફ્રીજમાં સ્ટોર કરી મૂકો છો તો એવી ભૂલ ભૂલથી પણ ન કરવું કારણકે આ વસ્તુ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ઘરમાં ઘણીવાર એવું બનતુ હોય છેકે, આપણે કોઈ નાસ્તા સાથે કે જમવાની સાથે ખાવા માટે ડુંગળી કાપી હોય. જોકે, ડુંગળી વધારે કપાઈ ગઈ હોય તો. વધારાની ડુંદળી ઘણાં લોકો ફ્રીજમાં મુકી દેતા હોય છે. કાપેલી ડુંગળી તેઓ ફ્રીજમાં મુકતા હોય છે. નિષ્ણાતોના મતે આ ડુંગળી ખાવી ખુબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છેકે, ફ્રીજમાં મુકેલી ડુંગળી ખાવાની આદત હોય એવા લોકો ચેતી જજો! એવી બીમારી લાગશે કે ડોક્ટર પણ નહીં પકડે હાથ.
શું તમને, ડુંગળી કાપીને ફ્રીજમાં મુકી રાખવાની આદત છે?
જો તમારા ઘરે પણ ડુંગળી કાપીને વઘેલી ડુંગળી ફ્રીજમાં મુકવાની આદત હોય તો આજથી જ બંધ કરી નાંખજો. આ ભૂલ નોતરી શકે છે ગંભીર બીમારી. ચેતી જજો., કારણકે, આ આદત તમારા માટે મુસીબતનો સબક બની શકે છે. તારી આવી આદત તમને અને તમારા પરિવારને બીમાર બનાવી શકે છે.
ફ્રીજમાં મુકવાથી ઝેરી બની જાય છે ડુંગળીઃ
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખાવાના આમ તો ઘણાં બધા ફાયદા છે. અનેક બીમારીઓમાં આ ડુંગળીનું સેવન ખુબ જ ઉપયોગી નિવડે છે. પણ જો આજ ડુંગળીને તમે ફ્રીજમાં મુકીને રાખશો અને ત્યાર બાદ તેનું સેવન કરશો તો એ અકસીર ઈલાજ સમાન ડુંગળી ત્યાર બાદ એક પ્રકારે ઝેરી બની જશે. ખુલ્લી ડુંગળી એટલેકે, એકવાર કાપ્યા પછીની ડુંગળી પડે પડે ખરાબ થઈ જાય છે. બેક્ટેરિયાની અસરના કારણે તે એકદમ ઝેરી બની જાય છે.
કેમ ડુંગળી કાપીને ના મુકવી જોઈએ ફ્રીજમાં?
ઘણીવાર તમે ભોજન બનાવવા માટે તેની તૈયારીઓ પહેલાથી કરીની રાખો છો. જેના માટે તમે શાક માટે કે સલાદ માટે ડુંગળી પહેલાથી કાપીને ફ્રિજમા મૂકી દો છો. પણ કદાચ તમે આ વાતથી અજાણ છો કે કાપેલું ડુંગળી બહુ જલ્દી ખરાબ હોય છે. તેમા જલ્દીથી બેક્ટીરિયા લાગે છે અને ઑક્સીડાઈજ થયા પછી ફાયદા તો ભૂલી જાઓ આ તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે તેથી હમેશા જ્યારે શાક બનાવો ત્યારે જ ડુંગળી કાપવી.