નવી દિલ્લીઃ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. ગરમી હવે ધીરે ધીરે પોતાનો તાપ બતાવી રહી છે. ગરમીમાં બહાર ફરવાની પણ ના પાડવામાં આવે છે. કારણકે, વધુ પડતી ગરમીના કારણે તમને ડિહાઈડ્રેશન થઈ શકે છે. એટલું જ નહીં તમને શરીરમાં પાણીની કમીના લીધે ચક્કર પણ આવી શકે છે. આવી સ્થિતિમાં એક વસ્તુ એવી છે જેનું સેવન કરવાની આખો ઉનાળો તમને રાહત રહેશે. પછી ગરમી આવે તે ગરમીનો બાપ...નહીં થાય કોઈ બીમારી...ડોક્ટરના દવાનાના ધક્કાથી પણ થઈ જશે તમારો બચાવા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં વાત થઈ રહી છે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીની....હેલ્થ માટે સૌથી હેલ્ધી ગણાય છે 'કાચી ડુંગળી'. હાઇ કોલેસ્ટ્રોલથી લઇને અનેક સમસ્યાઓથી આપશે રાહત. ડુંગળીના અન્ય ફાયદા જાણીને પણ તમે દંગ રહી જશો. જોકે, ડુંગળીનું સેવન કરવાનું મોટાભાગના લોકો ટાળતા હોય છે. એમાંય કાચી ડુંગળી તો ઘણાં લોકો નથી ખાતા. કારણકે, કાચી ડુંગળી ખાવાથી મોંઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. પરંતુ એ વસ્તુને ઈગ્નોર કરીને પણ જો તમે કાચી ડુંગળી ખાશો તો ઉનાળામાં તમે અનેક તકલીફોથી બચી જશો. કારણકે, ડુંગળીમાં સલ્ફર હોય છે અને કેટલાક ખાદ્યપદાર્થો એન્ટીઑકિસડન્ટો હોય છે જેના સેવનથી ઘણા રોગોના લક્ષણો ઘટાડવામાં મદદ મળે છે. 


ડુંગળી ક્યારે ખાવી જોઈએ?
ગરમીમાં કાચી ડુંગળી ખાવાનો સૌથી બેસ્ટ સમય સવારના 11 વાગ્યાથી લઇને બપોરના 12 વાગ્યાની વચ્ચે ખાવી. આ સમય પછી તમે તડકામાં જાવો છો તો ગરમીની કોઇ અસર થતી નથી. શરીર મસ્ત રહે છે.


કાચી ડુંગળી ખાવાના ફાયદા:
હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદાકારક-
ડુંગળીમાં ક્વેર્સેટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. કાચી ડુંગળીનું સેવન રક્ત પરિભ્રમણને વધારવામાં, હાઈ બીપી ઘટાડવામાં અને હૃદય રોગના જોખમને રોકવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તેને ખાવાથી તમારી રક્તવાહિનીઓ પણ સ્વસ્થ રહે છે અને તમે બ્લોકેજ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. 


યુરિક એસિડના દર્દીઓએ ખાવી જોઈએ-
યુરિક એસિડની સમસ્યામાં કાચી ડુંગળી ખાવી ઘણી રીતે ફાયદાકારક છે. તેમાં ફાઈબર અને સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે. આ સાથે જ તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હાડકાં વચ્ચેનું અંતર ઘટાડે છે અને બળતરા ઘટાડે છે. આ સિવાય તે દુખાવો ઓછો કરે છે, જેનાથી યુરિક એસિડની સમસ્યા ઓછી થાય છે. 


સંધિવા હોય તો ખાસ ખાઓ કાચી ડુંગળી-
કાચી ડુંગળી આર્થરાઈટીસનો દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં ડુંગળીમાં સલ્ફર પણ હોય છે જે હાડકાંને સ્વસ્થ રાખે છે અને તેનાથી સંબંધિત રોગોથી બચાવે છે. આ સંયોજન કેલ્શિયમના શોષણને પ્રોત્સાહન આપે છે અને ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઘટાડે છે. 


હિટ સ્ટ્રોકથી બચાવે-
ગરમીમાં હિટ સ્ટ્રોકની સમસ્યા રહેતી હોય છે. આનાથી બચવા માટે તમે કાચી ડુંગળી ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. કાચી ડુંગળી ગરમીમાં ખાવાથી તમે હિટ સ્ટ્રોક જેવી સમસ્યામાંથી બચી જાવો છો.


ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક-
કાચી ડુંગળીમાં ક્રોમિયમ હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ક્રોમિયમ ઇન્સ્યુલિનની કામગીરીમાં સુધારો કરે છે, ત્યાં ખાંડ ચયાપચયને ઝડપી બનાવે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)