Corona ના ખતરાથી દૂર રહેવા માંગો છો? તો આ રીતે કરો મોઢાની સફાઈ
હાલ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે દાતમાં જામેલી ગંદકી અને જડબાની આસપાસ સોજો SARS-COV-2 વાયરસના ફેફસામાં પહોંચતા અને વધુ ગંભીર સંક્રમણ કરવાની આશંકાને મોટા પ્રમાણમાં વધારી દે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે મોઢાની સફાઈ એક પ્રભાવી જીવન રક્ષક ઉપાય થઈ શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે દાતમાં જામેલી ગંદકી અને જડબાની આસપાસ સોજો SARS-COV-2 વાયરસના ફેફસામાં પહોંચતા અને વધુ ગંભીર સંક્રમણ કરવાની આશંકાને મોટા પ્રમાણમાં વધારી દે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે મોઢાની સફાઈ એક પ્રભાવી જીવન રક્ષક ઉપાય થઈ શકે છે.
જો તમે કોરોના વાયરસ (CORONA VIRUS)થી બચવા માગો છો, તો મોઢાની સફાઈ (DENTAL CARE) પર તમારે વિશેષ ધ્યાન આપવું જોઈએ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વાયરસ વાયરસ મોઢામાંથી ફેફસા સુધી પહોંચવાનું જોખમને ઓછું કરવા માચે મોઢાની સફાઈ જેવો સામાન્ય પગલું ઘણું મદદગાર સાબિત થઈ શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. જર્નલ ઓફ ઓરલ મેડિસિન એન્ડ ડેન્ટલ રિસર્ચમં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ, પુરાવા મળ્યા છે કે મોઢું સાફ કરવા માટે વ્યાપક રૂપથી ઉપલબ્ધ માઉથવોશ COVID-19 માટે જવાબદાર SARS-COV-2ને નિષ્ક્રિય કરવામાં બહુ પ્રભાવી છે.
જુઠ્ઠુાં માણસને પકડવા અપનાવો આ Tips, ચપટી વગાડતા જ પકડાઈ જશે ચીટર...
આ માટે જરૂરી છે મોઢાની સાફ-સફાઈ
રિસર્ચ દરમિયાન શોધકર્તાઓએ જાણ્યું કે કોરોના વાયરસ લાર દ્વારા લોકોના ફેફસામાં જઈ શકે છે. જો વ્યક્તિ જળબાના રોગથી પીડિત છે, તો તેમા વાયરસ મોઢામાંથી સીધા રક્ત પ્રવાહમાં પહોંચી શકે છે. શોધકર્તાઓ મુજબ, ઉપલબ્ધ પુરાવાઓથી જાણવા મળે છે કે ફેફસાની રક્ત વાહિકા શરૂઆતમાં COVID-19 ફેફસાઓની બીમારીમાં પ્રભાવિત થાય છે. દાંતની આસપાસમાં ઉત્તકોમાં સોજો આવવાથી મોતનું જોખમ પણ વધી જાય છે. આ માટે મોઢાની સફાઈ પર ખાસ ધ્યાન દેવું જરૂરી છે.
આ રીતે જોખમ ઘટાડી શકાય
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દાતમાં જામેલી ગંદકી અને જળબાની આસપાસ સોજો SARS-COV-2 વાયરસના ફેફસામાં પહોંચતા અને વધુ ગંભીર સંક્રમણ કરવાની આશંકાને મોટા પ્રમાણમાં વધારી દે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે મોઢાની સફાઈ એક પ્રભાવી જીવન રક્ષક ઉપાય થઈ શકે છે. દાંત અને મોઢાની સફાઈથી જોડાયેલા સરળ પરંતુ પ્રભાવી ઉપાય અપનાવી લોકો કોરોના વાયરસના વધતા જોખમને ઘટાડી શકે છે.
15 લાખ રૂપિયા તમારા ખાતામાં થઈ શકે છે જમા, જરા પણ વાર કર્યા વિના પહેલાં કરો આટલું કામ
MOUTHWASH ન હોય તો મીઠાવાળું પાણી પણ ચાલશે
બ્રિટેનના બર્મિંઘમ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અને આ અધ્યયનના સહ-લેખક ઈયાન ચૈપલે કહ્યું કે આ મોડલ સામે આપણે એ સમજવામાં મદદ મળી શકે છે કે કેમ કેટલાક લોકોમાં COVID-19થી ફેફસાની બીમારીઓ હોય છે અને કેટલાકમાં નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાવધાનીપૂર્વક દાંતને બ્રશથી સાફ કરીને તેમાં જમા થતી ગંદકીને દૂર કરી, માઉથવોશનો ઉપયોગ કરી અથવા સામાન્ય રીતે મીઠાના પાણીના ઉપયોગથી પણ જડબાના સોજાને ઘટાડી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube