Face Reading: જુઠ્ઠુાં માણસને પકડવા અપનાવો આ Tips, ચપટી વગાડતા જ પકડાઈ જશે ચીટર...

દરેક માણસમાં કેટલીક આદતો સામાન્ય હોય છે. જેમકે, વાત-વાતમાં જુઠ્ઠું બોલવું, સામાન્ય વાતમાં પણ મોટેથી હસવું, બેઠાં-બેઠાં ઉંઘ આવી જવી, નાની વાતમાં પણ ગુસ્સે થઈ જવું વેગેરે, આ દરેક બાબતો પાછળ કોઈકને કોઈક વિશેષ કારણ રહેલું હોય છે. અને ચહેરાના હાવભાવ ઘણું બધું કહી જાય છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ એ તો બધા જાણે છે કે દરેકની જીંદગી બીજા કરતા અલગ હોય છે. દરેકની રહેણી કરણી અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિની અલગ-અલગ આદતો હોય છે અને તે વ્યક્તિ તેની આવી જ આદતો પ્રમાણે પોતાની જીંદગીને તે પ્રમાણે ઢાળી દે છે પરંતુ દુનિયાભરના લોકોમાં ખૂબ કોમન આદતો પણ હોય છે. જેનાથી કોઈપણ વ્યક્તિના હાલ-ચાલને જાણી શકાય છે. વ્યક્તિ સાચું બોલે છેકે ખોટું તે જાણવાનો આસાન ઉપાય પણ અહીં જણાવ્યો છે.

દરેક માણસમાં કેટલીક આદતો સામાન્ય હોય છે. જેમકે, વાત-વાતમાં જુઠ્ઠું બોલવું, સામાન્ય વાતમાં પણ મોટેથી હસવું, બેઠાં-બેઠાં ઉંઘ આવી જવી, નાની વાતમાં પણ ગુસ્સે થઈ જવું વેગેરે, આ દરેક બાબતો પાછળ કોઈકને કોઈક વિશેષ કારણ રહેલું હોય છે. અને ચહેરાના હાવભાવ ઘણું બધું કહી જાય છે.

 

 

મોટેભાગે ઉંઘમાં 40 વખત કરવટ લે છે એક વ્યક્તિઃ

1/6
image

કોઈની રાત્રિ શાંતિથી કપાઈ જાય છે તો કોઈને આખી રાત્રિ દરમિયાન કરવટ જ બદલવી પડતી હોય છે. તમે નહીં જાણતા હોવ કે કોઈ પણ વ્યક્તિ રાત્રિ દરમિયાન 40 વખત કરવટ બદલે છે. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે એક પડખે આખી રાત નીકળી ગઈ તો એવા ખોટી છે. અમે એ જાણીએ છે કે આ સાંભળીને તમે તમારે સ્લીપિંગ હેબીટ (Sleeping Habits) પર નજર જરૂર રાખશો.

દિવસમાં 10 વખત હસવું છે જરૂરીઃ

2/6
image

અમુક લોકો બધી નાની-મોટી વાતોમાં હસવા લાગે છે.તો અમુક લોકોને હસવા માટે ખૂબ મહેનત કરવી પડે છે.તમને જાણીને નવાઈ થશે કે ઓછુ હસવાવાળા લોકો પણ દિવસમાં 10 વખત હસી લે છે.

(નોંધઃ આ તમામ બાબતો જનરલ ઓબ્ઝર્વેશન અને કેટલાંક તારણોને આધારે અહીં રજૂ કરાઈ છે. કોઈનો મત આનાથી અલગ પણ હોઈ શકે છે)

વાત વાતમાં ગુસ્સો આવવો

3/6
image

એક સર્વે પ્રમાણ માણસને ગુસ્સો ત્યારે આવે છે જ્યારે તેને ન ગમતી હોય એવી કોઈ વાત થાય. અથવા તો તેને ગમતી હોય એવી કોઈ વાત ન થાય અથવા તેણે વિચારીને રાખ્યું હોય એવું ન થાય ત્યારે તેને ગુસ્સો આવે છે. દરેકના ગુસ્સાની તિવ્રતા અલગ અલગ હોય છે.

અશક્ય છે આંખો ખુલ્લી રાખીને છીંકવું:

4/6
image

આંખ ખોલીને છીંકવાનું ચેલેન્જ તો તમે કોઈ વખત લીધું હશે.આવું કરવું અશક્ય છે. એટલા માટે હવે આવા ચેલેન્જને લઈને તમારો સમય વ્યય ના કરતા. સંવેદન અંગોની ગણતરીમાં આંખો સૌથી વધુ સંવેદનશીલ અંગ ગણાવામાં આવે છે. ક્યાંયથી પણ જોરથી આવાજ આવે તો પણ આંખ બંધ થઈ જાય છે એવું જ છીંકતી વખતે પણ થાય છે.

દિલનો હાલ જણાવે છે આંખો નીચે થતા કાળા ડાગઃ

5/6
image

આંખો નીચે થતા કાળા કુંડાળા  (Under Eye Dark Circles) તમારી જીંદગીમાં થઈ રહેલી ઉથલ પાથલને જણાવે છે. ટેન્શનમાં હોવાથી ઉંગ આવતી નથી જેનાથી આંખો પર દબાણ પડે છે. તેવામાં લોકો તમારો ચહેરો જોઈને તરત જ તમારી તબિયેત કે સ્ટ્રેસ (Stress) અંગે પુછી લે છે.

જુઠ્ઠું બોલવાથી બદલાઈ જશે નાકનો રંગઃ

6/6
image

જ્યારે તમારે એ જાણવું હોય કે સામેવાળો વ્યક્તિ જુઠ્ઠું બોલે છે કે સાચુ તો ત્યારે તે વ્યક્તિના નાક પર (Nose) નજર રાખવી. જો નાકનો રંગ (Nose Color) લાલ થવા લાગે તો સમજી જવું કે સામેવાળો વ્યક્તિ જુઠ્ઠું બોલી રહ્યો છે. આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જુઠ્ઠું બોલવાથી બ્લડ સરક્યૂલેશન (Blood Circulation) વધી જાય છે અને નાક ગરમ થવા લાગે છે. એના કારણે હવે જ્યારે પણ કોઈ તમારી સાથા ચિટીંગ કરવાનો પ્રયાસ કરે અને જુઠ્ઠું બોલે તો તમે આ તરકીબ આજમાવી જોજો ચપટીમાં જ પકડાઈ જશે ચીટર.