નવી દિલ્હીઃ શિયાળામાં ગરમ પાણીથી ન્હાવાની કંઈક મજા જ અલગ હોય છે. પરંતુ વધારે પડતા ગરમ પાણીથી ન્હાવાના અનેક ગેરફાયદા છે. સામાન્ય ગરમ પાણીથી ન્હાવુ વધારે સારું છે. પાણીનું તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવું જોઈએ. શિયાળો શરૂ થતાં જ જો તમને ખંજવાળ, ડ્રાયનેસ, સોરાઈસિસ અને સ્કેબીજ જેવી સમસ્યાઓ થઈ રહી છે તો ગરમ પાણીથી ન ન્હાવુ જોઈએ. આજે અમે તમને જણાવીશું ગરમ પાણીથી ન્હાવાના નુકસાન વિશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળામાં વધારે પડતા ગરમ પાણીથી ન્હાવુ તમને ભારે પડી શકે છે. કેમ કે, ગરમ પાણીથી ન્હાવાના અનેક ગેરફાયદાઓ આજે અમે તમને જણાવીએ.


1. સૌથી મોટી સમસ્યા છે ફોલ્લીઓની. વધારે પડતા ગરમ પાણીથી ન્હાવાના કારણે ફોલ્લીઓ અથવા એલર્જી થઈ શકે છે.
2. ગરમ પાણી સ્કીનની કોમળતાને દૂર કરી દે છે. જેના કારણે દરેક વખતે તમને ખંજવાળ આવ્યા કરે છે. અને સ્કીન ઈન્ફેક્શનની પણ સંભાવના રહે છે.
3. વધારે પડતા ગરમ પાણીથી ન્હાવાથી કરચલીઓની સમસ્યા થઈ શકે છે. એવું એટવા માટે થાય છે કે ગરમ પાણીથી સ્કીનના ટિશૂઝ ડેમેઝ થવા લાગે છે. ગરમ પાણી પાણી કેરાટિન નામના સ્કીન સેલ્સને ખતમ કરી દે છે. જેનાથી સ્કીન મોઈશ્ચુરાઈઝ ઓછું થઈ જાય છે. અને સ્કીન બેજાન થઈ જાય છે.
4. વાળને ગરમ પાણીથી બિલકુલ ન ધોવા જોઈએ કેમ તે, તેનાથી સ્કેલ્પમાં ડ્રાયનેસ વધી જાય છે. જેનાથી વાળ ઉતરવા લાગે છે.
5.ગરમ પાણીથી ન્હાવાના કારણે સ્કીન જ નહીં પણ આંખોની સમસ્યા થવા લાગે છે. આંખોમાં રેડનેસ, ખંજવાળ અને વારંવાર આંખમાં પાણી આવવાની સમસ્યા થાય તો ગરમ પાણીથી ન ન્હાવું જોઈએ.
6. સ્કીન ફાટવાની સાથે નખ જલદી તૂટી રહ્યા છે તો તેનું કારણે પણ વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરવું હોય શકે છે. 


જો તમે હેલ્દી છો, કોઈ પણ પ્રકારની સ્કીન પ્રોબ્લેમ નથી તો આવું જ કાયમ રાખવા માટે સામાન્ય ગરમ પાણીથી ન્હાવું જોઈએ. મોઢું ધોવાથી લઈને વાળ ધોવા સુધી ઠંડા પાણીનો ઉપયોગ કરો.