Winter Juice Benefits: શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં લોકો પોતાને ફિટ રાખવા માટે ઘણા પ્રકારના જ્યુસનું સેવન કરે છે. તેમાંથી અમે તમને કેટલાક એવા જ્યુસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું રોજ સવારે સેવન કરવામાં આવે તો તે શરીરને ફિટ રાખે છે અને ઘણી એનર્જી આપે છે, ચાલો જાણીએ તેમના વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલકનું જ્યુસ
શિયાળાની સિઝનમાં પાલકનું જ્યુસ ખુબ પીવામાં આવે છે. પાલકના જ્યુસમાં વિટામિન એ, લ્યૂટિન અને ઝેક્સાન્થિન, આયોડિન, પોટેશિયમ પણ હોય છે. તે આંખની રોશની વધારવામાં મદદ કરે છે. આ સિવાય તેના દરરોજ સેવનથી કબજીયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. 


પાલકના જ્યુસના સેવનથી હાકડાં પણ મજબૂત બને છે. હંમેશા જોવામાં આવે છે કે શિયાળામાં લોકોને સાંધાના દુખાવાની સમસ્યા શરૂ થઈ જાય છે. તેવામાં પાલકના જ્યુસનું સેવન તેમાં મદદ કરશે. 


આ પણ વાંચોઃ આ રહ્યું ખીલની સમસ્યાનું કાયમી સોલ્યુશન, છોકરાઓ અને છોકરીઓ બંને કરી શકે છે ઉપયોગ


ટામેટાનું જ્યુસ
શિયાળામાં ટામેટાનું જ્યુસ પણ પીવામાં આવે છે. નોંધનીય છે કે ટામેટાના જ્યુસમાં ફાઇબર અને વિટામિન બી 9 હોય છે. આ સિવાય તે વિટામિન એનો પણ સારો સોર્સ માનવામાં આવે છે. શિયાળામાં તેનું સેવન કરવાથી ઈમ્યુનિટી વધે છે. સાથે વજન ઘટાડવા અને કબજીયાત દૂર કરવામાં ઉપયોગી છે. 


દ્રાક્ષનું જ્યુસ
શિયાળાની ઋતુમાં દરરોજ સવારે દ્રાક્ષનો રસ પીવો. આ જ્યુસ પીવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. તમને જણાવી દઈએ કે વિટામિન A, C, B6 અને ફોલેટ સિવાય પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા ઘણા પ્રકારના મિનરલ્સ પણ દ્રાક્ષમાં જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube