શરૂ થઇ ગઇ ગરમી!!! આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીંતર પેટની લાગી જશે વાટ
ઉનાળામાં વધારે પરસેવાને કારણે સૌથી વધારે નુકસાન શરીરના પાણીને થાય છે. એવામાં ડી-હાઈડ્રેશનથી બચવા માટે રોજના 10-15 ગ્લાસ પાણી પીવું જોઈએ. માટલાનું પાણી પીવું ફાયદાકારી છે.
Summer: ઠંડી હવે જવાને આરે છે અને ધીરેધીરે ઉનાળાની અસર વર્તાવા લાગી છે. શિયાળાની પુરી થવા પર છે અને ગરમી પડવાની શરૂઆત થઇ ચૂકી છે. ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. થોડા દિવસોમાં તાપમાનનો પારો ઉંચકાશે. ગરમીમાં ખાસ કરીને બાઇક ચલાવતા ચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડે છે. આ વર્ષે કોરોનાને કારણે માસ્ક ફરજીયાત છે ત્યારે માસ્ક સાથે હેલમેટ પહેરવાથી ગરમીમાં પરસેવો ખૂબજ થાય છે. આ સિવાય આ ઋતુમાં ચટપટું અથવા તો હેવી ખાવાથી પેટ ખરાબ થવાનો ડર લાગે છે. આજે અમે તમને જણાવીશું કે જે સેવન કરવાથી સારું રહે છે.
ગરમીમાં શું કરવું?
લિક્વિડ છે ફાયદારૂપ-
ઉનાળામાં વધારે પરસેવાને કારણે સૌથી વધારે નુકસાન શરીરના પાણીને થાય છે. એવામાં ડી-હાઈડ્રેશનથી બચવા માટે રોજના 10-15 ગ્લાસ પાણી પીવું જોઈએ. માટલાનું પાણી પીવું ફાયદાકારી છે. વધારે પડતું ઠંડુ પાણી ન પીવું જોઈએ. વધારે પડતા ઠંડા પાણીથી પાચનશક્તિ ખરાબ થાય છે.
આ પણ વાંચો: Viral Video: મિત્રનો જીવ બચાવીને બની ગયો હીરો,2 સેકન્ડ મોડો હોત તો જીવ જતો રહ્યો હોત
આ પણ વાંચો: 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ થશે ત્રણ મોટા ફેરફાર, જાણી લો આ ફાયદા
આ પણ વાંચો: મરઘી પક્ષી છે કે જાનવર? ગુજરાતમાં નવી ચર્ચા વચ્ચે ચિકન શોપ બંધ, જાણો શું છે મામલો
આ પણ વાંચો: ઘરે રેફ્રિજરેટર કયા નંબર પર ચલાવવું જોઈએ? આ તાપમાન ભારતીયો માટે છે સૌથી યોગ્ય
કુદરતી ડ્રિક્સ-
ઉનાળામાં લીંબુ પાણી વધારે પીઓ. આ સિવાય છાશ, નાળિયેર પાણી, ઠંડાઈ, વેજિટેબલ જ્યુસ, ફ્રુટ જ્યુસ વગેરે પી શકો છો. ઉનાળામાં પ્રિઝર્વ કરીને રાખેલું જ્યુસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
મગનો ઉપયોગ-
ઉનાળામાં અડદની દાળ અથવા રાજમા વધારે ન ખાવા જોઈએ કારણકે તેનાથી શરીરમાં ગરમી વધે છે. પણ સ્પ્રાઉટમાં દાળ મિક્સ કરી શકો છો કારણકે સ્પ્રાઉટની તાસીર ઠંડી હોય છે.
ઉનાળામાં ખાસ આ વસ્તુઓ લેવી-
ગરમીમાં દહીં જરુર ખાઓ. તેનાથી શરીરને ઠંડક મળે છે. આ સિવાય ફુદીનાની ચટની પાચન માટે ફાયદાકારક છે.. ઉનાળામાં ભૂખ કરતાં થોડું ઓછું ખાવુ જોઈએ. પણ ખાલી પેટ બિલકુલ ન રહેવું. તેનાથી બીપી લો થઈ જાય છે અને ચક્કર આવવાનું પ્રમાણ પણ વધી જાય છે.
આ પણ વાંચો: Swift, Wagon R, Alto... બધાને ભૂલી જશો! 6.56 લાખની આ કારે બજારમાં મચાવી ધમાલ
આ પણ વાંચો: મર્ડરના કિસિંગ સીન પર ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત વચ્ચે થયો હતો ઝઘડો, જાણો કારણ
આ પણ વાંચો: આ તારીખે જન્મેલા લોકો તેજસ્વી મનના માલિક હોય છે, દરેક ક્ષેત્રમાં મેળવે છે સફળતા
ગરમીમાં શું ના કરવું?
હેવી ખોરાકથી બચો-
ઉનાળામાં ભારે ખોરાક ન આરોગવો જોઈએ. ઉનાળામાં ભારે આહાર પચવામાં તકલીફ પડે છે. દુધી, કોબીજ, ટિંડોળા, સીતાફળ વધારે ખાઓ. લંચ અને ડિનરમાં હલકો ખોરાક લેવાનું રાખો.
ઈંડા અને નોનવેજ ટાળો-
ઉનાળામાં નોનવેજ અને ઈંડા ખાવાથી બચવું જોઈએ.પરંતુ તમે ઈંડા અને નોનવેજ ખાવાના શોખીન હોવો તો અઠવાડિયામાં એક કે બે વાર નોનવેજ ખાઈ શકો છો.. નોનવેજમાં માછલી અથવા ચિકન ખાઈ શકો છો. મટન ઘણું હેવી હોય છે. તેનાથી બચો. નોનવેજને ઘીના બદલે દહીંમાં મેરિનેટ કરીને ખાઓ.
ઘી અને તેલ ટાળો-
ગરમીમાં ઘી અને તેલનો ઉપયોગ ઓછો કરો. દેશી ઘી, વનસ્પતિ ઘી સિવાય સરસિયાનું તેલ અને ઓલિલ ઓઈલ પણ ઓછું ખાઓ. રાઈસ બ્રેન, નાળિયેર, સોયાબીન, વગેરે તેલ ખાઈ શકો છો.
આઈસક્રીમ-
ઉનાળાની કલ્પના આઈસક્રીમ વિના અધુરી છે. પણ હાઈ કેલરી, હાઈ શુગર હોવાને કારણે આઈસક્રીમ ઓછી માત્રામાં ખાઓ. અઠવાડિયામાં બે થી વધારે વાર આઈસ્ક્રીમ ન ખાઓ.
આ વસ્તુઓનું સેવન ન કરો-
ઉનાળામાં વધારે તળેલું ન ખાઓ. લાલ મરચાના બદલે કાળા મરચાનો ઉપયોગ વધારે કરો. ચા-કોફી ઓછી પીઓ. તેનાથી બોડી ડી-હાઈડ્રેટેડ થાય છે, ગ્રીન-ટી વધારે પીઓ. સ્મોકિંગ ઓછું કરો અને વાસી ખોરાકથી બચો.
આ પણ વાંચો: Income Tax પેયર્સને મળશે અત્યાર સુધીની સૌથી મોટી ભેટ, મોદી સરકારે કર્યું મોટું પ્લાન
આ પણ વાંચો: શું તમે પણ બોટલનું પાણી પીઓ છો? જો પીતા હોવ તો થઈ જાવ સાવધાન
આ પણ વાંચો: કમાલના છે આ 4 બેંક શેર! 1 વર્ષમાં 43% સુધીનું આપી શકે છે વળતર, એક્સપર્ટની સલાહ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube