ઘરે આ વસ્તુમાંથી તૈયાર કરો Hair Smoothing Cream, પાર્લરમાં જઈ નહીં કરવો પડે હજારો રુપિયાનો ખર્ચ
Hair Smoothing At Home:જો તમે હેર સ્મુધનીંગ કરવાનો વિચાર કરી રહ્યા હોય અને વાળ ખરાબ થશે તેવી ચિંતા પણ હોય તો તમે ઘરે હેર સ્મુધનિંગ ક્રીમ બનાવી શકો છો. આ ક્રીમ નેચરલ વસ્તુઓની મદદથી તૈયાર થાય છે
Hair Smoothing At Home: સુંદર અને શાઈની વાળ હોય તો પર્સનાલિટીમાં ચાર ચાંદ લાગી જાય છે. વાળને આવી સુંદરતા આપવા માટે આજકાલ અલગ અલગ પ્રકારના હેર કલર, રીબોર્ડિંગ, હેર કટીંગ અને સ્મુધનિંગ જેવી ટ્રીટમેન્ટ પણ થાય છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવાથી લુકમાં પણ ઘણો ફેરફાર થાય છે. જોકે આ પ્રકારની ટ્રીટમેન્ટ થી લાંબા ગાળે વાળને નુકસાન પણ થાય છે અને વાળની ગુણવત્તા નબળી પડવા લાગે છે. કારણકે તેમાં જે કેમિકલ નો ઉપયોગ થાય છે તે હાનિકારક હોય છે.
પરંતુ જો તમે હેર સ્મુધનીંગ કરવાનો વિચાર કરી રહ્યા હોય અને વાળ ખરાબ થશે તેવી ચિંતા પણ હોય તો તમે ઘરે હેર સ્મુધનિંગ ક્રીમ બનાવી શકો છો. આ ક્રીમ નેચરલ વસ્તુઓની મદદથી તૈયાર થાય છે જેના કારણે વાળને નુકસાન થતું નથી. સાથે જ ઘરે બનતી આ ક્રીમ થી ખર્ચો પણ ઓછો થાય છે.
આ પણ વાંચો:
ટ્રીટમેન્ટ વિના વાળને સ્ટ્રેટ કરવા હોય તો વાપરો ઘરે બનાવેલું કોકોનટ વોટર સ્પ્રે
એલોવેરા લાંબા વાળ માટે છે વરદાન, જાણો એલોવેરા લગાવવાની સાચી રીત
Dark Underarms ને કારણે Sleeveless પહેરવામાં આવે છે શરમ? તો આટલું કરો
હેર સ્મુધનીંગ ક્રીમ બનાવવાની સામગ્રી
4 ચમચી એલોવેરા જેલ
એક ચમચી હેર કન્ડિશનર
ચાર વિટામિન ઈ કેપ્સુલ
એક ચમચી નાળિયેરનું તેલ
એક ચમચી વિનેગર
ક્રીમ કેવી રીતે બનાવવી ?
સૌથી પહેલા એક બાઉલ લેવું અને તેમાં ઉપરની બધી જ સામગ્રી મિક્સ કરીને બરાબર સ્મુધ પેસ્ટ બનાવી લો. આ મિક્સરને એકદમ એકરસ કરીને ક્રીમ જેવું ફોર્મ તૈયાર થઈ જાય એટલે એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. બસ તમારી હેર સ્મુધનિગ ક્રીમ તૈયાર થઈ ચૂકી છે.
કેવી રીતે કરવો ઉપયોગ ?
ઘરે જ્યારે તમારે હેર સ્મુધનીંગ ક્રીમ નો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલા વાળને શેમ્પુ કરી લો. ત્યાર પછી વાળને ડ્રાયર થી અથવા તો તુવાલની મદદથી સૂકાવી લેવા. ત્યાર પછી બ્રશની મદદથી તૈયાર કરેલી ક્રીમને વાળમાં લગાવો. આ ક્રીમને લગાવ્યા પછી 30 મિનિટ સુધી તેને વાળમાં રહેવા દો. થોડી થોડી વારે માથામાં કાંસકો ફેરવવો. 30 મિનિટ પછી વાળને ધોયા વિના જ ડ્રાય કરી લેવા. તેના માટે ડ્રાયર ની મદદ લેવી. વાળ બરાબર સુકાઈ જાય પછી હેર વોશ કરી લેવા અને પછી સીરમ અપ્લાય કરવું. આ રીતે તમે પાર્લરમાં હજાર રૂપિયા નો ખર્ચ કર્યા વિના પણ સ્મૂધનિંગ કરી શકો છો.