Skin Care: આપણામાંથી મોટાભાગના લોકો ઈચ્છે કે તેમનો ચહેરો હંમેશા સુંદર દેખાતો રહે. ચહેરા પર ડાઘ ધબા કે કરચલીઓ ક્યારેય ન પડે ખાસ કરીને મહિલાઓ પોતાની ત્વચાને લઈને ખૂબ જ કોન્સિયસ રહેતી હોય છે. પરંતુ આજની બિઝી લાઈફસ્ટાઈલ અનહેલ્ધી ફૂડ હેબિટ્સના કારણે ત્વચાને નુકસાન થઈ જ જાય છે. ત્વચાને થયેલા આવા નુકસાનને દૂર કરવા એટલે કે ત્વચાને સુંદર અને હેલ્ધી રાખવા માટે વિવિધ પ્રકારના મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના પ્રોડક્ટને બદલે ઘરમાં જ રહેલી કેટલીક સસ્તી વસ્તુનો ઉપયોગ કરીને પણ તમે સ્કીનને ગ્લોઇંગ બનાવી શકો છો. આજે તમને જણાવીએ રસોડામાં રહેલી કઈ કઈ એવી વસ્તુ છે જે ત્વચાને સાત દિવસની અંદર જ બેદાગ અને સુંદર બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે લાકડાનો કાંસકો, જાણો કેવી રીતે થાય છે વાળને ફાયદો


દૂધ


દૂધ એક સંપૂર્ણ આહાર છે જેમાં જરૂરી બધા જ પોષક તત્વો હોય છે. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો તમે દિવસમાં બે વખત એક એક ગ્લાસ દૂધ પીવો છો અને સાથે જ કાચું દૂધ ચહેરા પર લગાડો છો તો તેનાથી શરીર અંદરથી પણ ડીટોક્ષ થશે અને ત્વચાને જરૂરી પોષણ મળશે 


દહીં


ભોજન સાથે ઘણા લોકો દહીંનું સેવન કરતા હોય છે દહીં ખાવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દહીં ચહેરાને પણ સુંદર બનાવી શકે છે. દૈનિક આહારમાં રોજ બે વાટકી દહીં ખાવું જોઈએ આ સિવાય તમે દહીંને ચહેરા પર લગાડી પણ શકો છો તેનાથી ફાયદો થાય છે.


આ પણ વાંચો: મહેંદીને આ વસ્તુઓ સાથે મિક્સ કરી વાળમાં લગાડશો તો વાળ લાલ નહીં થાય, વાળ દેખાશે કાળા


લીંબુ 


લીંબુ પેટ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ ને પણ તમે ચહેરા પર લગાડી પણ શકો છો અને તેનું પાણી પીવાથી પણ ત્વચાની સમસ્યા દૂર થાય છે. લીંબુનો રસ ગ્લિસરીનમાં મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો ત્વચા સુંદર અને મુલાયમ બની જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)