Hair Care: વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે લાકડાનો કાંસકો, જાણો કેવી રીતે થાય છે વાળને ફાયદો
Hair Care:વાળની સમસ્યાઓને દૂર કરવી હોય તો તેના માટે વધારે ખર્ચો કરવાની જરૂર પણ નહીં પડે. તમે ફક્ત કાંસકો બદલીને વાળની સમસ્યાઓને અડધી કરી શકો છો. આપણે જે કાંસકાનો ઉપયોગ કરીએ છીએ તે વાળ ઉપર સૌથી વધુ અસર કરે છે.
Trending Photos
Hair Care: દરેક વ્યક્તિની પર્સનાલિટીમાં તેના વાળ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ વાતાવરણ બદલે એટલે વાળને સૌથી પહેલા અસર થાય છે અને વાળ સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. આ સિવાય કેટલીક ટ્રીટમેન્ટ પણ વાળને નુકસાન કરતી હોય છે. વાળ ડેમેજ થઈ જાય તો તેને રીપેર કરવા માટે લોકો મોંઘા-મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળની ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.
વાળની સમસ્યાઓને દૂર કરવી હોય તો તેના માટે વધારે ખર્ચો કરવાની જરૂર પણ નહીં પડે. તમે ફક્ત કાંસકો બદલીને વાળની સમસ્યાઓને અડધી કરી શકો છો. આપણે જે કાંસકાનો ઉપયોગ કરીએ છીએ તે વાળ ઉપર સૌથી વધુ અસર કરે છે. તેથી હેર એક્સપર્ટ પણ લાકડાના કાંસકાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. લાકડાથી બનેલો કાંસકો વાળ માટે જ સૌથી બેસ્ટ માનવામાં આવે છે.
લાકડાના કાંસકાથી વાળને થતા ફાયદા
- પ્લાસ્ટિકના કાંસકાનો ઉપયોગ કરવાથી વાળ વધારે ફ્રીઝી થઈ જાય છે. જો તમે લાકડાના કાંસકાનો ઉપયોગ કરો છો તો વાળ ઓછા ગુંચવાય છે અને વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.
- લાકડાના કાંસકાનો ઉપયોગ કરવાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. જો તમે રોજ લાકડાના ઘાસકાનો ઉપયોગ કરો છો તો ખરતા વાળની સમસ્યા ધીરે ધીરે ઘટવા લાગે છે.
- માથાના સ્કેલ્પમાંથી નેચરલ ઓઇલ રિલીઝ થતા હોય છે. જો તમે લાકડાના કાંસકાનો ઉપયોગ કરો છો તો લાકડું આ ઓઇલને વાળમાં સારી રીતે પહોંચાડવાનું કામ કરે છે અને વાળમાં કુદરતી ચમક વધારે છે.
- ખાસ પ્રકારના લાકડામાં કેટલાક નેચરલ એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે વાળમાં થતા ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે