Rain Insects: તાજેતરમાં જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાય છે. વરસાદ સતત ચાર દિવસ વરસ્યો હતો જેના કારણે અનેક લોકોના ઘર પણ પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદી પાણી પોતાની સાથે અનેક મુસીબતો લાવે છે. જો પૂરના પાણી ઘરની આસપાસ લાંબા સમય સુધી રહે તો તેના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વધે છે. વરસાદના પાણીના કારણે ઘરમાં કીડા મકોડા પણ વધારે પ્રમાણમાં ઘૂસવા લાગે છે. વરસાદના ગંદા પાણી સાથે અનેક પ્રકારના જીવજંતુઓ પણ ઘરમાં ઘૂસી ગયા હોય છે. વરસાદનું પાણી ઓસર્યા પછી આ જીવજંતુઓનો નાશ કરવા માટે યોગ્ય ઉપાય કરવા પણ જરૂરી છે નહીં તો આ જીવજંતુઓ જોખમ ઊભું કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  Kankhajura: બાથરુમમાં વારંવાર નીકળે છે કાનખજૂરા? આ ટીપ્સ અપનાવી મેળવો કાયમી મુક્તિ


આજે તમને વરસાદી વાતાવરણના કારણે ઘરમાં વધેલા જીવજંતુઓને દૂર કેવી રીતે કરવા તે જણાવીએ. વરસાદી જીવજંતુઓને દૂર કરવા માટે ઘરમાં જ રહેલી ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય છે. આ ત્રણ વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો એક રાતમાં જ ઘરમાં ઘૂસેલા બધા જ પ્રકારના જંતુઓનો સફાયો થઈ જશે. 


આ પણ વાંચો: Monsoon Insects: સાંજ પડે ને ઘરમાં ઘુસી જાય છે પાંખવાળી જીવાત ? ફોલો કરો આ ટીપ્સ


હળદર 


વરસાદી વાતાવરણમાં સૌથી વધારે નાના નાના વંદાનો ત્રાસ વધી જાય છે. આવા વંદા ઘરમાં ચારે તરફ ફરવા લાગ્યા હોય તો થોડા ગરમ પાણીમાં 2 ચમચી હળદર, 5 ચમચી લીંબુનો રસ અને 1 કપ લીમડાનું તેલ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી અને રાતે સુતા પહેલા ઘરમાં બધી જ જગ્યાએ છાંટી દો. આ સ્પ્રે છાંટ્યા પછી જે પણ કોક્રોચ નીકળશે તે મરી જશે. બે થી ત્રણ દિવસ સતત આ સ્પ્રે છાંટી લેવો જેથી ઘરમાં એક પણ કોક્રોચ બચે નહીં. 


આ પણ વાંચો: Ants: ઘરમાં વારંવાર નીકળતી હોય કીડી તો છાંટી દો આ પાવડર, ફરી ક્યારેય નહીં નીકળે કીડી


મીઠું 


વરસાદી વાતાવરણમાં કીડી પણ વધારે પ્રમાણમાં નીકળે છે. જો તમારા ઘરમાં પણ વારંવાર કીડીઓ નીકળતી હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે સમાન માત્રામાં મીઠું અને હળદર એક બાઉલમાં મિક્સ કરો. હવે આ મિશ્રણને જ્યાં પણ તિરાડ હોય અથવા તો કીડી વધારે નીકળતી હોય તે જગ્યા પર છાંટી દો. કીડી વધારે પ્રમાણમાં નીકળી હોય તેના ઉપર આ મિશ્રણ છાંટી દેશો તો 5 મિનિટમાં જ કીડી ગાયબ થઈ જશે 


આ પણ વાંચો: Haldi: વજન ફટાફટ ઘટાડવા માંગતા લોકોએ ટ્રાય કરવો જ જોઈએ 2 ચપટી હળદરનો આ નુસખો


લવિંગ


વરસાદી વાતાવરણમાં ઘરની આસપાસ નાના નાના અલગ અલગ પ્રકારના જીવજંતુઓ ફરતા જોવા મળે છે. આ તમામ પ્રકારના જીવજંતુઓને દૂર કરવા માટે લવિંગ ઉપયોગી છે. તેના માટે લવિંગનો પાવડર બનાવી તેને પાણીમાં મિક્સ કરી દો. હવે લવિંગના આ મિશ્રણનો છંટકાવ ઘરના બારી દરવાજા પાસે કરો. લવિંગની તીવ્ર સુગંધથી જીવજંતુઓ બારી દરવાજાની પાસે એકઠા થશે નહિ.


આ પણ વાંચો: વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલ


વિનેગર


વરસાદી પાણીના કારણે ઘર ભીનું થયું હોય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચુડવેલ તરીકે ઓળખાતી જીવાતો વધારે નીકળતી હોય છે. તેવામાં વરસાદ પછી થોડા દિવસ સુધી સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. ઘરની બહાર તરફ પડેલી તિરાડો બુરી દેવી અને ત્યાં દવાનો છંટકાવ કરવો. સાથે જ ઘરમાં નિયમિત કપૂર સળગાવો અને સાથે જ નિયમિત ડસ્ટબિન ખાલી કરી તેને સાફ કરો. આ સિવાય ઘરમાં જ્યારે પણ પોતા કરો ત્યારે તે પાણીમાં વિનેગર ઉમેરી દેવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)