Get Rid Of Ants: ઘરમાં વારંવાર નીકળતી હોય કીડી તો છાંટી દો આ પાવડર, ફરી ક્યારેય નહીં નીકળે કીડી

Get Rid Of Ants: કીડીને રસોડા સહિતની જગ્યાએથી દુર રાખવી હોય અને મારવી પણ ન હોય તો કેટલાક સરળ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી રસોડામાં કીડીની એન્ટ્રી બંધ થઈ જશે. 

Get Rid Of Ants: ઘરમાં વારંવાર નીકળતી હોય કીડી તો છાંટી દો આ પાવડર, ફરી ક્યારેય નહીં નીકળે કીડી

Get Rid Of Ants: ઘરમાં ઘણીવાર કીડી નીકળવા લાગે છે. કીડી નીકળે તો પરેશાની થાય છે અને સાથે જ ખાવા-પીવાની વસ્તુઓ પણ બરબાદ કરે છે. ખાસ કરીને રસોડામાં ખાંડ સહિતની વસ્તુઓમાં કીડી વારંવાર ચઢી જાય છે. તેવામાં કીડીને રસોડા સહિતની જગ્યાએથી દુર રાખવી હોય અને મારવી પણ ન હોય તો કેટલાક સરળ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી રસોડામાં કીડીની એન્ટ્રી બંધ થઈ જશે. 

કીડી ભગાડવાની રીતો

1. કીડીને ઘરમાં આવતા રોકવી હોય તો રસોડાની અને ઘરની સફાઈ સારી રીતે કરો. દરેક વસ્તુને એક ટાઈટ ડબ્બામાં સ્ટોર કરો. ફૂડ આઈટમ્સને પેક રાખો અને રસોઈ બનાવ્યા પછી રસોડું સાફ કરો. 

2. ઘરેલુ વસ્તુઓથી કીડીને ભગાડવી હોય તો લીંબુનો રસ, વિનેગર ઉપયોગી છે. આ સિવાય બોરિક એસિડ પણ કીડીને ભગાડી શકે છે. બોરિક પાવડરને ઘરમાં છાંટી શકાય છે. 

3. હળદર અને મીઠું પણ કીડીને ભગાડવા માટે પ્રભાવી છે. જ્યાં કીડી નીકળી હોય ત્યાં હળદર અને મીઠું મિક્સ કરીને છાંટી દેવાથી કીડી ભાગી જાય છે. 

4. ખાંડ સહિતની ફૂડ આઈટમ્સને એર ટાઈટ કંટેનરમાં સ્ટોર કરો. કંટેનરમાં લવિંગ, તજ કે તમાલપત્ર રાખી દેવા જોઈએ. તેનાથી ખાદ્ય પદાર્થોમાં કીડી ચઢતી નથી. 

5. માર્કેટમાં એવા ચોક પણ મળે છે જેને રસોડામાં લગાડી દેવાથી કીડી સહિતના જીવજંતુઓ આવતા બંધ થઈ જાય છે. આ ચોકનો ઉપયોગ પણ તમે કરી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news