Get Rid of Mosquitoes: ચોમાસાની શરુઆત થાય એટલે લોકોને ગરમીથી તો રાહત મળી જાય છે પરંતુ એક સમસ્યા છે જે એટલી વધી જાય છે કે નાકે દમ થઈ જાય. આ સમસ્યા છે મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ. વરસાદના ચાર છાંટા પડે એટલે દરેક જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. વરસાદી વાતાવરણમાં મેલેરિયા અને ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર પણ વધી જાય છે. આવી સ્થિતિમાં મચ્છરને ઘરથી દુર રાખવા જરૂરી થઈ જાય છે. કારણ કે આમ ન કરવાથી પરિવારમાં બીમારી ફેલાવાનું જોખમ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ચોમાસું બરાબર જામ્યું છે. તેવામાં તમારા ઘરે પણ વરસાદી જીવજંતુઓ અને મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો હશે. તેવામાં આજે તમને મચ્છરોથી તુરંત અને કાયમી છુટકારો અપાવે તેવા અસરકારક ઉપાયો જણાવીએ. આ ટ્રીક્સ ટ્રાય કરશો તો તમને મચ્છરોથી તુરંત રાહત મળી જશો. 


આ પણ વાંચો:


લાકડાના ફર્નિચર પર પડેલા સ્ક્રેચ 10 મિનિટમાં થશે ગાયબ, એક અખરોટ કરી દેશે તમારુ કામ..


Viral Video: આ શું છે તમને ખબર છે ? આ વસ્તુનો વીડિયો જોઈ લોકો ચઢી ગયા છે ગોથે


Viral: ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
 
લસણથી ભગાડો જીવજંતુઓ


રસોઈમાં રોજ ઉપયોગમાં આવતાં લસણની મદદથી આ કામ સરળતાથી થઈ શકે છે. લસણમાં એવા ગુણ હોય છે જે મચ્છરોનો સફાયો કરી શકે છે. લસણમાં રહેલું સલ્ફર મચ્છરને મારી નાખે છે. તેને વધારે અસરકારક બનાવવા માટે લસણને લવિંગ સાથે ક્રશ કરી અને તેને પાણીમાં ઉકાળો. આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અને સાંજના સમયે આખા ઘરમાં છાંટો. પછી એક પણ મચ્છર ઘરમાં ફરકશે નહીં.


નીલગીરી તેલ
 
મચ્છરોના ત્રાસથી મુક્તિ મેળવવા માટે નીલગીરીનું તેલ પણ અસરકારક છે. તેના માટે એક ચમચી નીલગીરીનું તેલ લઈ તેમાં સમાન માત્રામાં લીંબુનો રસ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને હાથ, પગ અને શરીરના ખુલ્લા રહેતા ભાગ પર લગાવો. આ મિશ્રણના કારણે મચ્છર તમને કરડશે નહીં.
 
લીમડાનું તેલ


લીમડાનું તેલ પણ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે લીમડાનું અને નારિયેળ તેલ સમાન માત્રામાં મિક્સ કરી તેને તમારા શરીર પર સારી રીતે લગાવી સૂઈ જાઓ. તેને લગાવ્યા પછી લગભગ 8 કલાક સુધી મચ્છર તમારી આસપાસ ફરકશે નહીં.


કપૂર 


મચ્છરોથી બચવા માટે સાંજના સમયે ઘરમાં કપૂર સળગાવો.  કપૂર સળગાવી રૂમના બારી અને દરવાજા અડધા કલાક માટે બંધ કરી દેવા. 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)