Joint Pain: ઠંડીમાં વધી જાય છે સાંધાનો દુખાવો ? આ કામ કરવાથી દુખાવાથી મળશે રાહત
Joint Pain: સાંધાનો દુખાવો શિયાળામાં ઠંડીની સાથે વધવા લાગે છે. જે લોકોને સાંધાની સમસ્યા હોય તેમને શિયાળામાં સોજો દુખાવો જેવી તકલીફો વધી જાય છે. તેમાં પણ શારીરિક શ્રમનો અભાવ હોય તો સ્નાયુ નબળા પડી જાય છે અને દુખાવો પણ વધી જાય છે. ઠંડીમાં જો સાંધાના દુખાવાની તકલીફ વધી જતી હોય તો તેનાથી રાહત મેળવવા માટે આ કામ કરવું જોઈએ.
Joint Pain: શિયાળાનો સમય એવા લોકો માટે ખૂબ જ કષ્ટદાયી હોય છે જેમને સાંધાનો દુખાવો રહેતો હોય છે. સાંધાનો દુખાવો શિયાળામાં ઠંડીની સાથે વધવા લાગે છે. જે લોકોને સાંધાની સમસ્યા હોય તેમને શિયાળામાં સોજો દુખાવો જેવી તકલીફો વધી જાય છે. તેમાં પણ શારીરિક શ્રમનો અભાવ હોય તો સ્નાયુ નબળા પડી જાય છે અને દુખાવો પણ વધી જાય છે. ઠંડીમાં જો સાંધાના દુખાવાની તકલીફ વધી જતી હોય તો તેનાથી રાહત મેળવવા માટે આ કામ કરવું જોઈએ.
આ પણ વાંચો: ઊંઘ સંબંધિત આ 3 ભુલ વધારે બ્લડ પ્રેશર, વધી જાય છે હાર્ટ એટેકથી મોતનું જોખમ
સાંધાનો દુખાવો કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. જો કે શિયાળામાં આ તકલીફ વધી જતી હોય છે. સાંધાના દુખાવાનું મુખ્ય કારણ લાઈફ સ્ટાઈલ અને ખાવા પીવાની ખોટી આદતો હોય છે. સાંધાનો દુખાવો સ્થૂળતા, હોર્મોનલ બદલાવ અને મેનોપોઝ ૃના કારણે પણ થઈ શકે છે.
આ રીતે દૂર કરો સાંધાનો દુખાવો
આ પણ વાંચો: 4 ગંભીર બીમારીના સંકેત દેખાય છે ત્વચા પર, જોવા મળે તો સમજી લેજો તમે છો બીમાર
- શિયાળામાં જો સાંધાનો દુખાવો વધી જતો હોય તો હંમેશા ગરમ કપડાં પહેરવાનું રાખો જેનાથી શરીરને ગરમી મળે.
- શિયાળામાં સાંધાના દુખાવાની તકલીફથી બચવું હોય તો નિયમિત રીતે હળવો વ્યાયામ કરો. તમે તમારી શરીરની ક્ષમતા અનુસાર વોક અથવા તો યોગ કરીને પણ વ્યાયામ કરી શકો છો.
- સાંધાના દુખાવામાં તમે ગરમ અથવા તો ઠંડા પાણીથી શેક પણ કરી શકો છો. શેક કરવાથી પણ સાંધાના દુખાવા અને સોજાથી રાહત મળે છે.
આ પણ વાંચો: વજન ઘટાડવાથી લઈને અનેક લાભ કરે છે બથુવાની ભાજી, શિયાળામાં ખાવી અચૂક
જો તમને સાંધામાં ગંભીર સમસ્યાઓ હોય તો ડોક્ટરની સલાહ લઈને દવા નિયમિત લેવાનું રાખો. આ સિવાય દૈનિક આહારમાં ઓમેગા 3, ફેટી એસિડ, ફળ અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. શિયાળા દરમિયાન પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સાંધામાં પણ મોઈશ્ચર જળવાઈ રહે છે અને દુખાવો ઓછો થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)