Sleep cycle: ઊંઘ સંબંધિત આ 3 ભુલ વધારે બ્લડ પ્રેશર, વધી જાય છે હાર્ટ એટેકથી મોતનું જોખમ

Sleep cycle: સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે સ્વસ્થ બ્લડપ્રેશર જાળવી રાખવા માટે સાત કલાકની ઊંઘ યોગ્ય છે. જો સાત કલાકથી ઓછી ઊંઘ થતી હોય અથવા તો વધારે પડતી ઓછી ઊંઘ થતી હોય તો તેનાથી શરીર પર નકારાત્મક પ્રભાવ પડે છે.

Sleep cycle: ઊંઘ સંબંધિત આ 3 ભુલ વધારે બ્લડ પ્રેશર, વધી જાય છે હાર્ટ એટેકથી મોતનું જોખમ

Sleep cycle: તાજેતરમાં થયેલા એક નવા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઓછી ઊંઘ, દિવસના સમયે ઊંઘવું અને રાત્રે મોડે સુધી જાગવાના કારણે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. આ સંશોધન કરનાર નિષ્ણાંતોનું કહેવું છે કે જે લોકો નાઈટ શિફ્ટમાં કામ કરે છે તેમને હાર્ટ, કિડની, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ થવાનું જોખમ સામાન્ય કરતાં અનેક ગણું વધારે હોય છે. 

બરાબર ઊંઘ ન કરવાથી શરીરની સ્લીપ સાઇકલ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જેના કારણે હોર્મોન્સનું ઉત્પાદન પણ અસંતુલિત થઈ જાય છે. જે લોકો રાત્રે જાગતા હોય અથવા તો નાઈટ શિફ્ટમાં કામ કરતા હોય તેમને ગંભીર બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. નાઈટ શિફ્ટ કરતા લોકોનું બ્લડ પ્રેશર મોટાભાગે વધેલું રહેતું હોય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે સ્વસ્થ બ્લડપ્રેશર જાળવી રાખવા માટે સાત કલાકની ઊંઘ યોગ્ય છે. જો સાત કલાકથી ઓછી ઊંઘ થતી હોય અથવા તો વધારે પડતી ઓછી ઊંઘ થતી હોય તો તેનાથી શરીર પર નકારાત્મક પ્રભાવ પડે છે. જે લોકો સતત મોડે સુધી જાગે છે અને પર્યાપ્ત માત્રામાં ઊંઘ કરતા નથી તેમને બ્લડપ્રેશર વધારે રહે છે. 

ઊંઘની આદત કેવી રીતે સુધારવી 

- પૂરતી ઊંઘ કરવી હોય તો સૂવાનો અને જાગવાનો સમય નિશ્ચિત કરી લેવો જોઈએ. ઘણા લોકો સોમથી શુક્ર તો બરાબર રીતે જાગે છે પરંતુ રજાના દિવસોમાં ઊંઘની સાયકલ બદલી નાખે છે. આમ કરવાથી પણ સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. 

- જો તમારે સારી ઊંઘ કરવી હોય તો રૂમમાં વાતાવરણ શાંત રાખવું અને સૂતી વખતે અંધારું રાખવું. ઊંઘ કરતી વખતે શરીરમાંથી મેલોટોનિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે અંધારામાં સારી રીતે રિલીઝ થાય છે. જેના કારણે ગાઢ ઊંઘ આવે છે.

- સુતા પહેલા કેફીન યુક્ત પીણા કે દારૂ પીવાથી બચવું જોઈએ આ બંને વસ્તુઓ ઊંઘને મદદ કરે છે. 

- જો તમને ઊંઘ ન આવતી હોય તો સુતા પહેલા હળવો વ્યાયામ કરી શકો છો. હળવો વ્યાયામ કરવાથી ઊંઘ સારી આવે છે અને ઝડપથી પણ આવે છે. 

- જો સારી ઊંઘ કરવી હોય તો સુતા પહેલા હૂંફાળા પાણીથી સ્નાન કરો. સ્નાન કરવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે જેના કારણે ઊંઘ આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news