Salt Side Effects: કોઈપણ વસ્તુ વધુ માત્રામાં હોય તો નુકસાન કરે છે. તેમ ઓછી માત્રામાં હોય તો પણ તેના ગેરફાયદા હોય છે. આવું જ મીઠાની બાબતે પણ લાગુ પડે છે. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડથી બનેલું મીનરલ છે. આપણે જાણીએ જ છીએ મીઠું આરોગ્ય અને સ્વાદ બંને બાબતે ખૂબ મહત્વપૂર્ણ છે. આ એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે જે એકદમ પરફેક્ટ એમાઉન્ટ પર લેવું જોઈએ. તેની જરા વધુ અને ઓછી માત્રા શરીરને નુકસાન કરે છે. તો ચાલો આજે મીઠ વિશે જાણીએ કે શું ખરેખર કાચું મીઠું ખાવું આરોગ્ય માટે હાનીકારક છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પકાવ્યા વગરના મીઠાની સાઇડ ઇફેક્ટ્સ
મીઠું વધુ પડતું લેવાથી બ્લડ પ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જાણીને શોક લાગશે કે કાચા મીઠાનો ઉપયોગ તમને હૃદયની બીમારીથી લઈને કીડની સુધીની સમસ્યા લાવી શકે છે. આરોગ્ય નિષ્ણાંતો મુજબ કાચુ મીઠું સર્કુલેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ બંનેને નુકસાન પહોંચાડે છે.


આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી


2. ખાવામાં ઉપરથી મીઠું કેમ ન નાખવું જોઈએ
ઉપરથી મીઠું નાખવાથી તેમાં રહેલું આયરન પચતું નથી અને આરોગ્યની અનેક તકલીફ થાય છે. જ્યારે મીઠાને પહેલાથી ખાવામાં નાખીને પકાવવામાં આવે છે ત્યારે તેમાં રહેલા આયરનનું સ્ટ્રક્ચર સરળ થઈ જાય છે અને પચવામાં સહેલું રહે છે. જ્યારે કાચા મીઠામાં આયરન સ્ટ્રક્ચર જેમનું તેમ રહેતા શરીર પર દબાણ કરી બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શન વધારે છે.


3. મીઠું ઓછું થાય કે વધે થાય છે મોટું નુકસાન
જી હાં, જે રીતે વધુ મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને હાયપર ટેન્શન જેવી સમસ્યા આવે છે તેમ શરીરમાં મીઠાની ઉણપથી મૃત્યુ પણ થઈ શકે છે. એક અભ્યાસ મુજબ જે લોકો જરુરત કરતા ઓછું મીઠું ખાય છે તેમની કાર્ડિયોવસ્ક્યુલર અને બીજા કારણે મૃત્યું થવાની શક્યતા વધી જાય છે.


4. તો કેટલું મીઠું ખાવું જોઈએ
આરોગ્ય નિષ્ણાંતો મુજબ એક પ્રૌઢ વ્યક્તિએ રોજ 2 ચમચી જેટલું મીઠું લેવું જોઈએ.  ‘એક એડલ્ટે રોજના 1 ચમચી મીઠું જેમાં 4000 મિગ્રી સોડિયમ હોય તે લેવું જોઈએ. જ્યારે હાઈ બીપી ધરાવતા લોકોએ કમસેકમ અડધી ચમચી મીઠું આખા દિવસમાં લેવું જોઈએ.’


5. તરસ ઓછી કરીને ભુખ વધારે છે મીઠું
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યા મુજબ વધુ મીઠું ખાતા લોકોને તરસ ઓછી લાગે છે અને ભુખ વધુ લાગે છે. તેથી તેની અસર તેમના ખોરાક પર પડે છે અને અંતે તેમનું વજન વધારે વધે છે.


6. શું છે મીઠાનો પણ કોઈ ઓપ્શન ?
જો તમને ઉપરથી મીઠું લેવાની આદત છે તો તેના માટે સિંધાલુણ ઉપયોગ કરવાનું શરુ કરી દો. કેમ કે આ મીઠું પ્રોસેસ થયેલું નથી હોતું અને તેના કારણે તે આરોગ્ય માટે વધુ સારું છે.


7. તો શું છે ફાઇનલ કોલ મીઠું ખાવું કે નહીં
અંતે વધુ મીઠું અને ઓછું મીઠું બંનેના ફાયદા-ગેરફાયદા જોયા બાદ એટલું ચોક્કસ છે કે તમારા ખોરાકમાં ઉપરથી મીઠું બિલકુલ બંધ કરી દો અને ક્યારેય ઓછા મીઠાવાળો ખોરાક ન ખાવ. લાઇફમાં આરોગ્ય સાથે સ્વાદનો આનંદ માણવા માટે થાળીમાં મીઠાનું બેલેન્સ જાળવી રાખો.


આ પણ વાંચો: સાચવજો! પાણી કેવી રીતે, ક્યારે અને કેટલું પીવું જોઈએ, જાણો જરૂરી તથ્યો
આ પણ વાંચો: Unhealthy Eating Habits:ખોટી રીત ભોજન લેવાના આ છે 4 નુક્સાન, આજે જ બદલી દો આ 4 આદતો
આ પણ વાંચો: ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર

 
તો કેટલું મીઠું ખાવું જોઈએ?
તમે તો નથી કરતાં મીઠાને લઈને આ ભૂલ?
પકાવ્યા વગરના મીઠાની સાઇડ ઇફેક્ટ્સ
ખાવામાં ઉપરથી મીઠું કેમ ન નાખવું જોઈએ
મીઠું ઓછું થાય કે વધે થાય છે મોટું નુકસાન
તો કેટલું મીઠું ખાવું જોઈએ
તરસ ઓછી કરીને ભુખ વધારે છે મીઠું
શું છે મીઠાનો પણ કોઈ ઓપ્શન ?
તો શું છે ફાઇનલ કોલ મીઠું ખાવું કે નહીં


આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: 
WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube