ગમે તેટલા જૂના હોય દાઝ્યાના ડાઘને દુર કરશે આ ઉપાય, ખબર પણ નહીં પડે ક્યાં દાઝ્યા હતા
How to Remove Burn Marks: દાઝ્યા પછી બળતરા તો થોડા સમયમાં દૂર થઈ જાય છે પરંતુ દાઝ્યાના નિશાન ત્વચા પર રહી જાય છે. દાઝ્યાના નિશાન ખૂબ જ જીદ્દી હોય છે અને તે સરળતાથી જતા નથી. તેવામાં આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે જણાવીએ જે દાઝ્યાના ડાઘ ત્વચા પરથી દૂર કરી શકે છે.
How to Remove Burn Marks: ઘણી વખત રસોડામાં કામ કરતી વખતે અથવા તો કોઈ અકસ્માત ના કારણે હાથ અથવા તો શરીરના ભાગમાં દાઝી જવાય છે. દાઝ્યા પછી બળતરા તો થોડા સમયમાં દૂર થઈ જાય છે પરંતુ દાઝ્યાના નિશાન ત્વચા પર રહી જાય છે. દાઝ્યાના નિશાન ખૂબ જ જીદ્દી હોય છે અને તે સરળતાથી જતા નથી. તેવામાં આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે જણાવીએ જે દાઝ્યાના ડાઘ ત્વચા પરથી દૂર કરી શકે છે.
આ પણ વાંચો:
ઘરની વસ્તુઓને કોતરી ખાતા ઉંદર ઊભી પૂંછડીએ ભાગશે... એવા જબરદસ્ત છે આ ઘરગથ્થુ નુસખા
દુધીની છાલમાંથી બનાવો ટેસ્ટી અને હેલ્ધી ચટણી, બધા ખાશે આંગળા ચાટીને..
નહાતા પહેલા કે નહાયા પછી ? જાણો કયા સમયે ફેસપેક લગાડવાથી થાય છે ઝડપથી અસર
દાઝ્યાના નિશાન દૂર કરવાના ઘરેલુ ઉપાય
- ત્વચા ઉપર દાઝ્યાના નિશાન પડી ગયા હોય તો તે જગ્યા પર રોજ નાળિયેરનું તેલ લગાડી અને ધીરે ધીરે મસાજ કરવી. તેનાથી ડાઘ ધીરે ધીરે દૂર થઈ જાય છે.
- દાઝી ગયા હોય તો તુરંત જ તે જગ્યા પર હળદર અને મધની પેસ્ટ બનાવીને લગાડી દેવી. આમ કરવાથી થોડા જ દિવસમાં ત્વચામાં ફરક નજર આવશે.
- લવંડર તેલના થોડા ટીપા કપડામાં નાખી અને ત્વચા ઉપર લગાડવાથી દાઝેલાના નિશાન દૂર થવા લાગે છે.
- દાઝી ગયા હોય તે જગ્યા પર નિશાન પડી જાય તો તેના ઉપર બટેટાનો ટુકડો કરીને ધીરે ધીરે ઘસવો જોઈએ. તેનાથી ત્વચા પરના નિશાન દૂર થઈ જાય છે
- ત્વચા પરથી ડાઘ દૂર કરવા માટે ઈંડાનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે ઈંડાની જરદી ને મધમા ઉમેરીને ત્વચા પર લગાડવું જોઈએ.
- લીંબુ અને ટામેટાનો રસ એક કટોરીમાં મિક્સ કરો અને પછી રૂ વડે ડાઘ પડી ગયો હોય તે જગ્યા પર અપ્લાય કરો. બે કલાક પછી ત્વચા ને પાણીથી સાફ કરી લો.
- ત્વચા પર નિશાન પડી ગયા હોય તો તેને દૂર કરવા માટે તમે ત્વચા ઉપર ડુંગળીનો રસ પણ લગાડી શકો છો.
- ત્વચા પર ઈજાના કે દાઝેલા ના નિશાન હોય તો તેને દૂર કરવા માટે ગાજર પણ ઉપયોગી છે. ગાજરનો રસ કાઢીને ત્વચા પર લગાડવાથી દાઝેલાના નિશાન દૂર થઈ જાય છે.
- બદામનું તેલ ત્વચા માટે વરદાન સમાન છે. દાઝી ગયા હોય તો તે જગ્યા ઉપર બદામનું તેલ લગાડવાથી થોડા જ દિવસમાં ડાઘ દૂર થવા લાગશે.