ઘરની વસ્તુઓને કોતરી ખાતા ઉંદર ઊભી પૂંછડીએ ભાગશે... એવા જબરદસ્ત છે આ ઘરગથ્થુ નુસખા

Home Remedies for Mouse: ઘરમાં એક પણ ઉંદર ઘૂસી જાય તો ભારે મુશ્કેલ થઈ જાય છે. ઘરમાં ઉંદર આવી જાય તો સોફા, કપડા, જરૂરી વસ્તુઓ, કાગળ અને ફર્નિચર પણ કોતરી ખાય છે. ઘરમાં ધ્યાન રાખો તો પણ ઉંદર કોઈને કોઈ રીતે ઘુસી જ જાય છે. ઘરમાં ઉંદર ઘૂસી જાય તો તેને કાઢવા પણ મુશ્કેલ બની જાય છે.  તેવામાં જો તમારે ઉંદરને માર્યા વિના જ ઘરમાંથી દૂર કરવા હોય તો તેના માટેના કેટલાક જબરદસ્ત ઘરેલુ નુસખા જણાવીએ. આ નુસખા અજમાવશો તો ઉંદર તમારા ઘરની નજીક ફરકવાની હિંમત પણ નહીં કરે.

ડુંગળી

1/4
image

તમને જાણીને નવાઈ લાગશે કે ડુંગળીની ગંધ ઉંદર સહન કરી શકતા નથી. જે જગ્યાએ ડુંગળી રાખેલી હોય ત્યાં ઉંદર ક્યારેય નહીં આવે. તો બસ તમારે ઉંદરને ઘરથી દૂર રાખવા હોય તો ડુંગળીને કાપીને એવી જગ્યાએ રાખી દો જેથી ઉંદર ઘરમાં ઘૂસતા હોય. ડુંગળી રાખ્યા પછી ઉંદર ગાયબ થઈ જશે. 

ફુદીનો

2/4
image

ફુદીનાની સુગંધ પણ ઉંદરને પરેશાન કરે છે. ઘરમાંથી ઉંદરનું સફાયો કરવો હોય તો ફુદીનાના પાનને ટીસુ પેપરમાં બાંધીને અલગ અલગ જગ્યાએ રાખી દેવા. આ સિવાય ફુદીનાના પાનની પેસ્ટ કરીને તેને ઘરના બારી દરવાજા પર લગાડી દો તેનાથી પણ ઘરમાં ઉંદર નહીં આવે.

તમાલપત્ર

3/4
image

તમાલપત્ર પણ ઉંદરનું દુશ્મન છે. તેની તીવ્ર ગંધથી ઉંદર પરેશાન થઈ જાય છે અને જ્યાં તમાલપત્ર હોય ત્યાં ફરકતા પણ નથી. જો તમે ઉંદરના ત્રાસથી પરેશાન થઈ ગયા છો તો જ્યાં પણ ઉંદર દેખાતા હોય તે જગ્યાએ તમાલપત્ર મૂકી દેવા. ઉંદર હંમેશ માટે ઘરમાંથી ભાગી જશે. 

ઘુવડની પાંખ

4/4
image

ઉંદરને ઘરથી દૂર ભગાડવા માટે ઘુવડની પાંખ પણ ઉપયોગી છે. ઘુવડની પાંખ જોઈને ઉંદર ડરી જાય છે. અને ત્યાર પછી તે જગ્યાએ બીજી વાર ફરકતા પણ નથી.