Home Remedies For Knees and Elbows: મોટાભાગના લોકો ચહેરાની જેટલી કાળજી લે છે તેટલી કાળજી તેઓ શરીરના અન્ય ભાગોની લેતા નથી. જેમાં સૌથી પહેલા આવે છે ઘૂંટણ અને કોણી. જો તમે ધ્યાનથી જોશો તો અહીંની ત્વચા કાળી અને વિકૃત દેખાશે. આવી ત્વચાના કારણે ઘણી વખત પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. જો તમે પણ કોણી અને ઘૂંટણની કાળાશથી પરેશાન છો તો તમારા માટે ઉપયોગી એવો દેશી ઈલાજ જણાવીએ. આ દેશી ઈલાજ તમને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સફેદ વાળને કાળા કરવામાં મદદ કરશે આ ફુલ, 1 મહિનામાં નેચરલી વાળ થશે કાળા


રોજ થોડી મિનિટો માટે કરવી માથામાં મસાજ, માથાનો દુખાવો અને સ્ટ્રેસ થશે દુર


માત્ર એક ચમચી Castor Oil થી બનતું હેર માસ્ક લગાવો આ રીતે, ટાલમાં પણ ઉગવા લાગશે વાળ


સ્ક્રબ બનાવવાની સામગ્રી


બે લીંબુનો રસ
એક મોટો ચમચો ખાંડ


સ્ક્રબ બનાવવાની રીત


એક બાઉલમાં લીંબુનો રસ કાઢી અને તેમાં ખાંડ ઉમેરી તેને બરાબર મિક્સ કરો. ખાંડને તેમાં ઓગાળવાની જરૂર નથી. લીંબુના રસમાં તેને મિક્સ કરી આ મિશ્રણને સ્ક્રબ તરીકે ઉપયોગમાં લેવાનું છે. કોણી અને ઘૂંટણ પર આ મિશ્રણ લગાવો અને હળવા હાથે મસાજ કરો. દસ મિનિટ મસાજ કર્યા પછી હુંફાળા ગરમ પાણીથી હાથ-પગ સાફ કરી લો. સારું પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આ સ્ક્રબનો ઉપયોગ કરો. 


આ ઉપરાંત તમે નારિયેળ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. નારિયેળ તેલમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. તેનાથી કોણી અને ઘૂંટણ પરની કાળાશ પણ દૂર થાય છે. રાત્રે સૂતા પહેલા દરરોજ કોણી અને ઘૂંટણ પર નારિયેળ તેલ લગાવવું. તેનાથી ત્વચાની કાળાશ અને શુષ્કતા દૂર થઈ શકે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)