રોજ થોડી મિનિટો માટે કરવી માથામાં મસાજ, માથાનો દુખાવો અને સ્ટ્રેસ થશે દુર

Head Massage Benefits: શારીરિક અને માનસિક સમસ્યાઓને કારણે ઘણા લોકોને માઈગ્રેન થઈ જાય છે. આવા સ્ટ્રેસ અને ચિંતાને દૂર કરવા માટે માથામાં માલિશ કરવી એક ઉત્તમ ઉપાય સાબિત થાય છે. માલિશ કરવી એક આરામદાયક અને ચિકિત્સીય પદ્ધતિ છે. 

રોજ થોડી મિનિટો માટે કરવી માથામાં મસાજ, માથાનો દુખાવો અને સ્ટ્રેસ થશે દુર

Head Massage Benefits: આજની દોડધામ ભરેલી જીવન શૈલીના કારણે લોકોને આરામ કરવા માટે પૂરતો સમય પણ મળતો નથી. ઊંઘનો સમય હોય ત્યારે પણ ચિંતાઓના કારણે આરામ બરાબર થઈ શકતો નથી. આ ઉપરાંત વર્ક પ્લેસ ઉપર કોમ્પ્યુટર સ્ક્રીનની સામે કલાકો સુધી બેસવાનું હોય છે. જેના કારણે માથામાં દુખાવો ગરદનમાં દુખાવો જેવી તકલીફો થાય છે. સાથે જ કોઈને કોઈ કારણોસર તળાવ પૂર્ણ વાતાવરણમાં પણ રહેવું પડે છે. આ પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓને કારણે ઘણા લોકોને માઈગ્રેન થઈ જાય છે. આવા સ્ટ્રેસ અને ચિંતાને દૂર કરવા માટે માથામાં માલિશ કરવી એક ઉત્તમ ઉપાય સાબિત થાય છે. માલિશ કરવી એક આરામદાયક અને ચિકિત્સીય પદ્ધતિ છે. ખાસ કરીને તમે થોડી મિનિટ માટે માથામાં હળવા હાથે મસાજ કરો છો તો તેનાથી તમને આરામ મળે છે અને પરિણામ શાનદાર જોવા મળે છે.

આ પણ વાંચો:

સ્ટ્રેસ થાય છે દૂર

માથામાં થોડી મિનિટ સુધી માલિશ કરવાથી સ્ટ્રેસ ઓછો થઈ જાય છે. ગરદન ખભાના સ્નાયુ રિલેક્સ થઈ જાય છે જેના કારણે શાંતિ અને આરામની અનુભૂતિ થાય છે.

માઈગ્રેનના દુખાવામાં મળે છે રાહત

માથામાં માલીશ કરવાથી માથાનો દુખાવો અને માઈગ્રેનથી રાહત મળે છે. માથામાં માલિશ કરવાથી એન્ડોફ્રીન રિલીઝ થાય છે. આ હોર્મોન દુખાવાની દૂર કરવામાં મદદ કરે છે. માથાનો દુખાવો હોય ત્યારે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય તે રીતે મસાજ કરવી જોઈએ.

ઊંઘની ગુણવત્તા સુધરે છે

સ્ટ્રેસના કારણે જો ઊંઘ ન આવતી હોય તો રાત્રે સુતા પહેલા દસ મિનિટ માથામાં માલિશ કરવી જોઈએ તેનાથી સ્ટ્રેસ દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news