ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળામાં અનેક લોકોને સ્કિન ટેનિંગની સમસ્યા થઈ જાય છે. વધુ સમય તડકામાં રહેવાથી ત્વચા કાળી પડી જાય છે. તેમાં ટેનિંગ થઈ જાય છે. વધુ તડકાને ત્વચા માટે હાનિકારક માનવામાં આવે છે. ટેનિંગના કારણે ત્વચા લાલ અને કાળાશ પડતી નજર આવવા લાગે છે. ખાસ કરીને મહિલાઓની ત્વચા પાતળી હોવાના કારણે તેને વધુ સમસ્યા રહે છે. મહિલાઓએ એટલા માટે પોતાની ત્વચાની ખાસ સંભાળ રાખવાની જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીનો મોસમમાં ઘરની બહાર નિકળતા પહેલા સનસ્ક્રીન લોશન જરૂર લગાવો. જેનાથી ટેનિંગનો ખતરો ઓછો થઈ જાય છે. સાથે જ મહિલાઓએ પોતાના શરીરને ઢાંકીને બહાર નિકળવું જોઈએ. જેથી ત્વચા પર સીધા સૂરજના કિરણનો ન પડે. જો તમને તો પણ ટેનિંગ થાય છે તો પરેશાન ન થતા. અમે તમને સ્કિન ટેન દૂર કરવાના કારગત ઉપાયો જણાવી રહ્યા છે.


નારિયેળ પાણી અને ચંદન પાઉડર
ચહેરા પર નારિયેળનું પાણી અને ચંદનનું ફેસપેક લગાવવાથી સનટેન ઓછી થઈ જાય છે. સન ટેન થાય તો એક ચમચી ચંદનના પાઉડરમાં નારિયેળનું પાણી ઉમેરો. જેને લગાવીને 15 મિનિટ રહેવા દો. બાદમાં ત્વચા પાણીથી સાફ કરો. નિયમિત રૂપે આ ઈલાજ કરવાની ત્વચા દમકી  જશે.


દહીં અને બેસન
સન ટેનને દૂર કરવા માટે દહીં અને બેસન કારગત સાબિત થાય છે. દહીં અને બેસનને ચહેરા પર લગાવવાથી કાળાશ દૂર થાય છે. એક કટોરી દહીંમાં એક ચમચી બેસન ઉમેરો. જેમાં થોડું દહીં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવી લો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે ચહેરો સાફ કરી લો.


એલોવિરા જેલ
એલોવિરા જેલ ટેનિંગને દૂર કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. એલોવિરા જેલ લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે અને ત્વચા નિખરે છે. એક એલોવિરાને લઈ તેને વચ્ચેથી કાપી નાખો અને અંદરથી જેલ કાઢી લો. જેના ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. સુકાયા બાદ પાણીની મદદથી ચહેરો સાફ કરી લો. આ જેલ ટેનિંગને તરત ગાયબ કરી દેશે.


ગુલાબ જળ
ગુલાબ જળ લગાવીને પણ ટેનને દૂર કરી શકાય છે. ટેન થવા પર રાત્રે સૂતા પહેલા ચહેરાનો પાણીથી સારી રીતે સાફ કરી લો. પછી તેને રૂની મદદથી સારી રીતે લગાવી લો. રોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર ગુલાબ જળ લગાવવાથી સારો ફાયદો મળશે.


લીંબૂ
એક લીંબૂને કાપીને તેનો રસ કાઢી લો. જેને રૂની મદદથી ચહેરા પર લગાવી લો. જેને સુકાવા દો. સુકાવા પર પાણીની મદદથી ચહેરો સાફ કરી દો. લીંબૂનો રસ ચહેરા પર લગાવવાથી રંગત સાફ થઈ જાય છે.