pimples: ખીલના ડાઘથી પરેશાન છો ? તો અઠવાડિયામાં એકવાર દહીંમાં આ વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર
Home remedies for pimples: ગરમીની શરૂઆત થાય ત્યારથી જ નિયમિત રીતે ત્વચાને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ દિવસો દરમિયાન ત્વચાનું ધ્યાન નથી રાખતા તો ખીલ અને બ્લેક હેડ્સ ઝડપથી વધી જાય છે. તેના કારણે ત્વચા પર ડાઘ પણ દેખાવા લાગે છે.
Home remedies for pimples: સુંદર અને બેદાગ ત્વચા હોય તેવી ઈચ્છા દરેકની હોય છે પરંતુ આજના સમયમાં વાતાવરણ અને લાઈફ સ્ટાઈલના કારણે ત્વચાને ખૂબ જ નુકસાન પહોંચે છે. આજના સમયમાં ખીલ હોવા ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે. ખીલ થાય અને મટી જાય પરંતુ તેના ડાઘ ત્વચા પર રહી જાય છે. ખીલના ડાઘ ત્વચાની સુંદરતાને ગ્રહણ લગાડે છે. ખાસ કરીને ગરમીની શરૂઆત થાય ત્યારે ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
આ પણ વાંચો: Jamnagar Tourism: જામનગર જાવ તો આ 5 જગ્યા જોવાનું ભુલતા નહીં, પિકનિક માટે છે બેસ્ટ
ગરમીની શરૂઆત થાય ત્યારથી જ નિયમિત રીતે ત્વચાને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ દિવસો દરમિયાન ત્વચાનું ધ્યાન નથી રાખતા તો ખીલ અને બ્લેક હેડ્સ ઝડપથી વધી જાય છે. તેના કારણે ત્વચા પર ડાઘ પણ દેખાવા લાગે છે. ત્વચાની સાફ-સફાઈ માટે સાબુ કે ફેસવોશનો ઉપયોગ તો સૌ કોઈ કરે છે પરંતુ તેની સાથે સપ્તાહમાં એક થી બે વખત હોમમેડ સ્ક્રબનો ઉપયોગ પણ કરવો જોઈએ. સ્ક્રબનો ઉપયોગ કરવાથી ખીલ, બ્લેકહેડ સહિતની સમસ્યા દૂર થાય છે.
કેવી રીતે બનાવવું સ્ક્રબ ?
આ પણ વાંચો: રસોડાની આ વસ્તુઓથી Dark Underarms ની સમસ્યા કરો દુર અને બિંદાસ પહેરો સ્લીવલેસ ડ્રેસ
જે લોકોની સ્કિન ઓઇલી હોય તેમણે ગરમીના દિવસોમાં ત્વચાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઓઈલી સ્કિન હોય તેમણે એક વાટકીમાં બે ચમચી દહીં લેવું જો તમારી સ્કિન ડ્રાય હોય તો દૂધનો ઉપયોગ કરવો. હવે દહીંમાં એક ચમચી ઓટ્સ ઉમેરો. તમે ઓટ્સને વાટીને પણ દહીંમાં ઉમેરી શકો છો. આ મિશ્રણને પાંચ મિનિટ સુધી રાખો અને પછી ચહેરા પર લગાડી હળવા હાથે મસાજ કરો.
આ પણ વાંચો: Scuba Diving: જાણો ભારતમાં ક્યાં ક્યાં કરી શકાય છે સ્કુબા ડાઇવિંગ અને કેટલો થાય ખર્ચ
જો તમે ઈચ્છો તો આ સ્ક્રબમાં હળદર અને થોડું લીંબુ પણ મિક્સ કરી શકો છો. પાંચ મિનિટ હળવા હાથે મસાજ કર્યા પછી ચહેરાને પાણીથી સાફ કરી લો. સપ્તાહમાં એક કે બે વખત આ સ્ક્રબનો ઉપયોગ કરી લેશો તો તમારી ત્વચા પણ બેદાગ થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)